આ રીતે વધાર લગાવશો તો ખાવાની પડી જશે મજા !!

dal tadka
Last Modified બુધવાર, 30 જાન્યુઆરી 2019 (18:06 IST)
શાક તૈયાર થયા પછી જ્યારે ઉપરથી વધાર લગાવવામાં આવે તો તેનો સ્વાદ અનેકગણો વધી જાય છે.
તેનાથી શાકની રંગત પણ બદલાય જાય છે અને સાથે જ ટેસ્ટ પણ અનેકગણો વધી જાય છે. જુદા જુદા સ્થાન પર ખાવાની જુદી જુદી વસ્તુઓને કારણે દરેકના વઘાર લગાવવાની રીત જુદી હોય છે. જે ખાવાના સ્વાદમાં નવાપણુ આવી જાય છે. તો આવો જાણીએ કેવી રીતે જુદી જુદી રીતે વધાર લગાવીને તમે ખાવાનો સ્વાદ કેવી રીતે વધારી શકો છો.

સાઉથ ઈંડિયન વઘાર - તેલ ગરમ કરો. તેમા રાઈ, મીઠુ, લીમડાના પાન, લીલા સમારેલા મરચા,
રાઈ તતડતા હળવો મસાલો ભભરાવી દો. બસ તૈયાર તડકામાં સાંભાર, નારિયળની ચટણી અને ભાતમમાં નાખીને સ્વાદ વધારો

પંજાબી વઘાર - પૈનમાં તેલ ગરમ થવા દો. તેમા રાઈ-જીરુ તતડાવીને સમારેલી ડુંગળી નાખી દો. ગુલાબી થતા તેમા આદુ-લસણનુ પેસ્ટ મિક્સ કરો. સમારેલા ટામેટા અને રાઈ, જીરુ, હળદર, લવિંગ કાળા મરી વગેરે નાખો અને પકવો. આ વઘારને સરસવના સાગ, દાળ વગેરેમાં મિક્સ કરો. પછી ખાવ અને મેહમાનોને ખવડાવો ટેસ્ટી દાળ.

રાયતા માટે ખુશ્બુદાર વઘાર - ફેટેલા પાતળા દહીના રાયતા પર મોટુ તમાલપત્ર મુકો. લાકડીના કોલસાના ટુકડાને ગેસ પર ગરમ કરી લો. તે અંગારો બની જાય

કે તેના પર ચપટી હીંગ જીરુ અને રાઈ નાખો. રાઈ તતડે કે બે ત્રણ ટીપા ઘી નાખો. તાપ પરથી ઉતા રેની કોલસાનો ટુકડો તમાલપત્ર પર મુકો. રાયતાને પાંચ મિનિટ ઢાંકી દો. પછી ખોલીને પીરસો.

મખાણી તડકો - એક પૈનમાં માખણ ગરમ કરો.
તેમા આદુ લસણની પેસ્ટ ટામેટા પ્યુરી, મીઠુ લાલ મરચુ અને થોડુ ખાંડ નાખીને પકવો. કોઈપણ શાક કે દાળમાં નાખીને સ્વાદ વધારી શકાય છે.

તિલનો વધાર - તલનુ તેલ ગરમ કરીને તેમા સફેદ કે કાળા તલ નાખો. તતડતા વાટેલી મગફળી આ
નાખીને હળવી સેંકો પછી મસાલો છાંટો.
તેને ચટણીમાં નાખવાથી ચટણી જલ્દી ખરાબ નહી થાય.

દાળ તડકો - ઘી ગરમ કરો. તેમા જીરુ, લવિંગ હીંગ ઝીણુ લસણ આખુ લાલ મરચુ કાળા મરી અને સમારેલી લાલ મરચુ નાખીને ગરમ કરો. તેનો વઘાર દાળમાં નાખો. સ્વાદિષ્ટ દાળ
તૈયાર થઈ જશે.આ પણ વાંચો :