1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતીમાંં રેસીપી
  3. શાકાહારી વ્યંજન
  4. Veg momos recipe

સ્ટ્રીટ સ્ટાઇલ વેજ મોમોઝ

Veg Momos
ઘરે જ બનાવો એકદમ ટેસ્ટી અને સ્ટ્રીટ ફૂડ જેવા ગરમાગરમ વેજ મોમોઝ. મસાલેદાર શાકભાજીના ભરાવણ સાથે બનતા આ મોમોઝ સાંજના નાસ્તા માટે પરફેક્ટ છે.

સામગ્રી

મોમોઝના કવર માટે:
 
મેંદો – 2 કપ
મીઠું – સ્વાદ મુજબ
તેલ – 1 ચમચી
 
સ્ટફિંગ માટે:
 
કોબીજ – 1 કપ બારીક સમારેલી
ગાજર – ½ કપ બારીક સમારેલું
કેપ્સિકમ – ½ કપ બારીક સમારેલું
સ્પ્રિંગ ઓનિયન – ¼ કપ
લસણ – 1 ચમચી બારીક સમારેલું
આદુ – ½ ચમચી છીણેલું
સોયા સોસ – 1 ચમચી
ચીલી સોસ – 1 ચમચી
કાળા મરી પાવડર – ½ ચમચી
મીઠું – સ્વાદ મુજબ
તેલ – 1 ચમચી
બનાવવાની રીત
સૌપ્રથમ મેંદામાં મીઠું અને તેલ ઉમેરી થોડું-થોડું પાણી નાખીને નરમ કણક બાંધી લો. તેને 20 મિનિટ ઢાંકીને રાખો.
એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં લસણ અને આદુ સાંતળો.
હવે કોબીજ, ગાજર, કેપ્સિકમ અને સ્પ્રિંગ ઓનિયન ઉમેરો. તેજ આંચ પર 2-3 મિનિટ સાંતળો જેથી શાકભાજી ક્રિસ્પી રહે.
તેમાં સોયા સોસ, ચીલી સોસ, કાળા મરી પાવડર અને મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરો. સ્ટફિંગ તૈયાર છે.
કણકમાંથી નાના લૂઆ બનાવી પાતળી પૂરી વણી લો.
પૂરીની વચ્ચે 1 ચમચી સ્ટફિંગ મૂકી મનપસંદ આકારમાં મોમોઝ બંધ કરી દો.
સ્ટીમરમાં પાણી ગરમ કરી મોમોઝને તેલ લગાવેલી પ્લેટમાં ગોઠવો અને લગભગ 10-12 મિનિટ સુધી સ્ટીમ કરો.
મોમોઝ તૈયાર થઈ જાય એટલે ગરમાગરમ સ્પાઇસી મોમોઝ ચટણી સાથે સર્વ કરો.
આગળનો લેખ
મોનસૂન સ્પેશિયલ ક્રિસ્પી બ્રેડ પકોડા