શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 28 ઑગસ્ટ 2018 (11:41 IST)

ગુજરાતી ફિલ્મ શું થયુ?ની રેકોર્ડબ્રેક કમાણી, અત્યાર સુધીમાં પાંચ કરોડની કમાણી

ગુજરાતી ફિલ્મ શું થયુ? હાલ પ્રશંસકોની ભારે પ્રશંસા પામી રહી છે. આ ફિલ્મે રિલીઝના માત્ર ત્રણ દિવસમાં તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. કૃષ્ણદેવ યાજ્ઞિકનાં ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મે બે દિવસમાં 2.52 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. 212 સ્ક્રિન્સ અને 900 શોઝમાં રિલીઝ થયેલી આ ફિલ્મે શુક્રવારે 1.01 કરોડ અને શનિવારે 1.51 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. બોક્સ ઓફિસના સુત્રો પ્રમાણે ફિલ્મે અત્યાર સુધીમાં કુલ પાંચ કરોડની કમાણી કરી લીધી છે ફિલ્મમાં ફરી એક વખત ‘છેલ્લો દિવસ’ની આખી ટીમ મલ્હાર ઠાકર, આર્જવ ત્રીવેદી, મિત્ર ગઢવી, નેત્રી ત્રીવેદી, યશ સોની અને માઇકલની ટીમ એક સાથે ફરી બિગ સ્ક્રિન પર નજર આવી રહી છે.આ ફિલ્મને રજાઓનો લાભ મળતા કમાણીમાં વધારો થયો છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી ફિલ્મોમાં સારી સ્ક્રિપ્ટ આવી રહી છે. પ્રશંસકો પણ આ નવા પ્રયોગને વધાવી રહી છે. ચીલાચાલુ ફિલ્મોમાંથી ગુજરાતી ફિલ્મો પ્રયોગાત્મક બની રહી છે જેની દર્શકો પણ ખુબજ પ્રશંસા કરે છે.