શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By

Home Remedies - રોજ 1 મોટી ઈલાયચીનુ સેવન દૂર કરશે આ 8 સમસ્યાઓ

મોટી ઈલાયચીનો ઉપયોગ ખાવામાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે પણ આ ઉપરાંત મોટી ઈલાયચી અનેક બીમારીઓને દૂર કરવામાં પણ મદદ કરે છે.  મોટી ઈલાયચીમાં જોવા મળતા પોષક તત્વ ફાઈબર એંટીઓક્સીડેંટ અને ઑઈલ શરીરની અનેક બીમારીઓથી છુટકારો અપાવે છે. રોજ એક મોટી ઈલાયચીનુ સેવન ત્વચા અને વાળની સમસ્યાઓમાંથી મુક્તિ અપાવે છે. આવો જાણીએ ઔષધીય ગુણોથી ભરપૂર મોટી ઈલાયચીનુ સેવન તમારી કઈ સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. 
1. બ્લડ સર્કુલેશન - એંટી ઓક્સીડેંટ વિટામિન સી અને પોટેશિયમ ભરપૂર મોટી ઈલાયચીનુ સેવન શરીરમાંથી ઝેરીલા તત્વોને બહાર કાઢે છે. જેનાથી તમારુ બ્લડ સર્કુલેશન સારુ રહે છે અને તમે બીમારીઓથી બચ્યા રહો છો. 
 
2. સ્કિન પ્રોબ્લેમ - રોજ એક મોટી ઈલાયચીનુ સેવન તમારી ત્વચાને સ્વસ્થ રાખવા ઉપરાંત વાળને પણ મજબૂત અને ઘટ્ટ બનાવે છે. 
 
3. શ્વાસની બીમારી - મોટી ઈલાયચીનુ સેવન તમારા અસ્થમા અને લંગ ઈંફેક્શનની સાથે સાથે શ્વાસની બધી બીમારીઓથી બચાવે છે. આ ઉપરાંત મોટી ઈલાયચીના સેવનથી શરદી ખાંસી અને તાવ તેમજે ફ્લૂ જેવી સમસ્યાઓ પણ દૂર રહે છે. 
 
4. મોઢાની દુર્ઘધ - મોઢાની દુર્ગંધ અને દાંતમાં કૈવિટીની સમસ્યા થતા રોજ 1 ઈલાયચી ખાવ. આ ઉપરાંત આ મોઢાના અંદરના ઘા ને પણ દૂર કરે છે. 
 
5. માથનઓ દુખાવો - માથાનો દુ:ખાવો અને થાકની સમસ્યાને દૂર કરવા માટે તેના તેલથી 5-10 મિનિટ માલિશ કરો. તેનાથી માથાના દુખાવાની સાથે સાથે થાક પણ દૂર થશે. 
 
6. લીવરના રોગ - મોટી ઈલાયચીને રાઈમાં મિક્સ કરીને ખાવાથી લીવરની બધી સ્મસ્યાઓ દૂર થઈ જાય છે.  રોજ 8-10 મોટી ઈલાયચીના બીજનુ સેવન પાચન શક્તિ વધારે છે. 
 
કેંસર - તેમા રહેલા એંટી ઓક્સીડેંટ્સ અને પોષક તત્વ શરીરમાં કેંસર કોશિકાઓને વિકસિત થતા રોકે છે. તેનાથી તમે કેંસર જેવી મોટી બીમારીથી બચ્યા રહો છો. 
 
8. બ્લડ પ્રેશર - નિયમિત રૂપે મોટી ઈલાયચીનુ સેવન કરવાથી બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે.  આ ઉપરાંત તેનુ સેવન દિલના રોગ અને લોહીના થક્કા જમવાની શક્યતાને ઓછી કરે છે.