શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: શુક્રવાર, 16 માર્ચ 2018 (18:17 IST)

લીંબૂ જણાવશે કે રસોડામાં રાખેલું લોટ અસલી છે કે નકલી જાણો કેવી રીતે

આ દિવસો સોશલ મીડિયા  અને વેબસાઈટસ પર લોટથી સંકળાયેલી ખબર આવી રહી છે બાંધેલું લોટ રબરની જેમ ખેંચાઈ રહ્યું છે. તેમાં એ જણાવી રહ્યા છે કે લોટમાં મિલાવટ કરેલ છે. હવે સમસ્યા આ છે કે લોટમાં મિલાવટમી ઓળખ કેવી રીતે કરાય. તો આજે અમે તમને એક ટ્રિક જણાવીશ જેનાથી તમે ઓળખી શકશો કે લોટ અસલી છે કે નકલી કે મિલાવટી. 

 
ઘઉંના લોટમાં બોરિક પાઉડર, ચૉક પાઉડર મળેલું હોય છે. એવું લોટ મેંદાથી પણ પાતળું હોય છે. તેની ઓળખના કેટલાક ઉપાય છે એક લીંબૂના રસથી અને બીજું પાણીથી 
 
એવી રીતે ઓળખો લોટ અસલી છે કે નકલી
- એક વાટકીમાં એક નાની ચમચી લોટ લો. તેમાં 3 ચમચી લીંબૂનો રસ નાખી મિક્સ કરો. જો તેમાંથી બબલ્સ નિકળે કે ફીણ બને તો સમજવું કે તેમાં ચૉક પાઉડર કે માટીની મિલાવટ છે. ચૉક કે માટેમાં કેલ્શિયમ કાર્બોનેટ હોય છે જે લીંબૂના રસમાં રહેલ સાઈટ્રિક એસિડથી મળી ફીડ લાવે છે. તેથી તેમાં બબલ્સ બનવા લાગે છે. જો લોટમાં બબલ્સ નહી બને તો તેમાં મિલાવટ નથી. 
 
- તમારા ઘઉંમાં ચોકર ઓછું છે તો પણ તમારું લોટ મિલાવટી થઈ શકે છે. તેની તપાસ સરળતાથી કરી શકો છો. તેના માતે એક ગ્લાસમાં પાણી લો અને અડધી ચમચી લોટને તેમાં નાખી જુઓ તો તમને કઈક તરતું જોવાશે તો સમજો કે તેમાં મિલાવટ છે. 
 
- તમે ઘરેલૂ રીતે પણ લોટમાં મિલાવટ ચેક કરવા ઈચ્છો છો તો તેને સાઈંટિફિક રીતે ચેક કરી શકાય છે. તેના માટે તમે એક ટેસ્ટ ટ્યૂબ લો તેમાં લોટના નમૂના નાખો પછી તેમાં હાઈડ્રોક્લોરિક એસિડ નાખો. જો તેમાં કઈક ગાળવા વાળી વસ્તુ નજર આવે તો સમજવું કે લોટમાં મિલાવટ છે. હાઈડ્રોક્લોરિક એસિડ તમને મેડિકલ સ્ટોરમાં મળી શકે છે. 
 
- જો ઘરમાં 11- 12મા ધોરણમાં તમારું બાળક વાંચતું હોય તો એ પણ આ પરીક્ષણ માટે કહી શકે છે. એ શાળાના કેમિસ્ટૃઈ લેબમાં આ તેસ્ટ સરળતાથી કરી લેશે.