રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. સ્વતંત્રતા દિવસ
Written By
Last Updated : રવિવાર, 7 ઑગસ્ટ 2022 (00:46 IST)

Nari Shakti - પેટ પર નાના બાળકને બાંધીને રસ્તા પર ઑટો ચલાવે છે આ મહિલા, પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા માટે ઉઠાવ્યુ પગલુ

Women in the Workforce: Auto Drivers

auto cab
આજે આખી દુનિયામાં મહિલા સશક્તિકરણ પર ચર્ચા ખૂબ થઈ રહી છે જેને કારણે દરેક ક્ષેત્રમાં મહિલાઓ પોતાના હુનરને અજમાવવાની તક મળી રહી છે.  બીજી બાજુ ભારત જેવા દેશમાં એક મહિલાને પોતાની જરૂરિયાતો માટે બહાર નોકરી કરવી પણ મહિલા સશક્તિકરણ દર્શાવે છે 
 
પરંતુ એક સશક્ત સ્ત્રીનું વાસ્તવિક ઉદાહરણ એક મહિલાએ આપ્યું છે જે ઘરની જવાબદારીઓ નિભાવવાની સાથે પૈસા કમાવવા અને બાળકની સંભાળ રાખવા જેવા કાર્યો પણ કરી શકે છે અને તે પણ હસતાં હસતાં. આવી જ એક બહાદુર મહિલા છે તારા પ્રજાપતિ(Tara Prajapati),જેની સશક્ત સ્ટોરી તમને પ્રેરણા આપવાની સાથે જ  સ્ત્રીની અંદર રહેલી શક્તિનો પરિચય પણ કરાવશે.
 
છત્તીસગઢના રસ્તાઓ પર ઓટો ચલાવે છે આ મહિલા 
જ્યારે સ્ત્રી પૈસા કમાવવા માટે ઘરની બહાર નીકળે છે ત્યારે તેને સ્વતંત્ર અને સશક્ત માનવામાં આવે છે. પરંતુ છત્તીસગઢની રહેવાસી તારા પ્રજાપતિની સ્ટોરી એકદમ અલગ અને સંઘર્ષથી ભરેલી છે, જેને સાંભળીને આપણા સંસ્કારી સમાજને પણ તેના પર ગર્વ થશે. હકીકતમાં, છત્તીસગઢના અંબિકાપુરમાં રહેતી તારા પ્રજાપતિ પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે ઓટો ડ્રાઈવર તરીકે કામ કરે છે, જે હિંમત અને સંઘર્ષનું જીવંત ઉદાહરણ છે.
 
તારાના લગ્ન લગભગ 10 વર્ષ પહેલા થયા હતા, પરંતુ તે સમયે તેના પરિવારની આર્થિક સ્થિતિ બહુ સારી ન હતી. તારાના પતિ ઓટો ડ્રાઈવર તરીકે કામ કરે છે, પરંતુ તેમની એક આવકથી પરિવારનો ખર્ચ અને રોજિંદી જરૂરિયાતો પૂરી થઈ શકતી નથી. આવી સ્થિતિમાં, તારાએ ઘરનો ખર્ચ ચલાવવા અને પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા માટે તેના પતિને મદદ કરવાનુ નક્કી કર્યું.
 
નાનકડા બાળકને પેટ પર બાંધીને કરે છે કામ 
તારાએ તેના પતિને ઘરની બહાર નીકળીને પૈસા કમાવવાની વાત કરી અને તે બાળક સાથે શહેરના રસ્તાઓ પર આવી ગઈ. તારાના પતિનેઓટો ચલાવતા સારી રીતે આવડતુ હતુ, તેથી તારા માટે ઓટો શીખવી અને તેને રસ્તાઓ પર ચલાવવી મુશ્કેલ કામ નહોતું. તેથી થોડા દિવસોની તાલીમ પછી, તારા એક સારી ઓટો ડ્રાઈવર બની ગઈ.
 
આવી સ્થિતિમાં જ્યારે તારા ઓટો લઈને ઘરની બહાર નીકળે છે ત્યારે તેની સાથે બે વર્ષનો માસૂમ બાળક પણ હોય છે. તારા તેના બાળકને બેલ્ટની મદદથી પેટ પર બાંધીને રાખે છે, જેથી તે બાળક સાથે સરળતાથી ઓટો ચલાવી શકે. આ સાથે, તે હંમેશા પોતાની સાથે પાણીની બોટલ અને ખાદ્યપદાર્થો રાખે છે, જેથી ઓટો ચલાવવાની સાથે તે પોતાના બાળકના સ્વાસ્થ્યનું પણ સંપૂર્ણ ધ્યાન રાખી શકે.
 
ઓટોમાં બેસે છે ફક્ત મહિલા સવારી 
તારા પ્રજાપતિ  (Tara Prajapati) ની  ઓટોનો કલર પિંક છે, જે દર્શાવે છે કે ઓટોનો ડ્રાઈવર અને તેમાં પેસેન્જર બંને મહિલા હશે. માત્ર એક મહિલા પેસેન્જર હોવાને કારણે તારા માટે ઓટો ચલાવવાનું સરળ બને છે અને સલામતીના દૃષ્ટિકોણથી તે ખૂબ જ સારો વિચાર છે. તારાની ગુલાબી ઓટોમાં મુસાફરી કરતી મહિલાઓએ ઘણી હદ સુધી સુરક્ષિત અનુભવતી  હશે., કારણ કે સામાન્ય રીતે પબ્લિક ટ્રાન્સપોર્ટ અને શેરિંગ ઓટોમાં મહિલાઓની છેડતીના બનાવો બને છે. આવી સ્થિતિમાં, તારા માત્ર પોતાની ખુદને સશક્ત બનાવીને ઓટો નથી ચલાવતી પણ સાથે જ તે   ઓટોમાં બેઠેલી મહિલા મુસાફરોની સુરક્ષા માટે પણ કામ કરે છે.
 
બાળક અને પરિવારના સારા ભવિષ્યની ચિંતા
તારા માટે રસ્તા પર ઓટો ચલાવવી બિલકુલ આસાન ન હતું, કારણ કે તેને ન તો આ કામની આદત હતી કે ન તો તેની જાણકારી હતી. પરંતુ તેના પરિવારની આર્થિક સ્થિતિ અને તેના બાળકના સારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને તારાએ ઓટો ડ્રાઈવર બનવાનું નક્કી કર્યું. આ કાર્ય તેમના માટે બિલકુલ સરળ નથી, કારણ કે બાળક સાથે ડ્રાઇવિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવું અને પેસેન્જરને યોગ્ય સમયે યોગ્ય સ્થાન પર લઈ જવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
 
જો કે, તારા, બધી મુશ્કેલીઓનો સામનો કરીને, દરરોજ તેની ઓટો લઈને અંબિકાપુરના રસ્તાઓ પર નીકળી જાય છે, જેથી 2-4 રૂપિયા વધુ કમાઈ શકે. મહિલા સશક્તિકરણ બતાવવા માટે મોટા મંચ પર ઉભા રહીને હંગામો મચાવવો જરૂરી નથી, પરંતુ આ ઉમદા ઉદ્દેશ્યની શરૂઆત કોઈ પણ કાર્ય હાથ ધરીને કરી શકાય છે.
 
તારા પ્રજાપતિ(Tara Prajapati) મહિલા સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ રજૂ કરે છે, જેઓ પોતાના પરિવારની સંભાળ રાખવાની સાથે સાથે બાળકની પણ સંભાળ રાખે છે અને પોતાનું કામ પણ ખૂબ જ ઇમાનદારીથી કરે છે. તારાની આ ભાવનાને હૃદયપૂર્વક વંદન.