શ્રી કૃષ્ણ ભગવાનનો થાળ
થાળ
જમવા આવો રે હો કાનુડા, ના આવો તો મારાં સમ્મ...
જમવાઊના ઊના તે ઢેબરાં આપશું, મેં તો છાસ વઘારી છે છમ્મ... જમવા [1]
જમવાઊના ઊના તે ઢેબરાં આપશું, મેં તો છાસ વઘારી છે છમ્મ... જમવા [1]
મહી, માખણ ને મિસરી આપશું, તું ધીરો પડ, જરીક ખમ્મ...
જમવાજળ જમુનાની ઝારી ભરાવશું, ખાઈ-પી ને આંગણામાં રમ્મ... જમવા
જમવાજળ જમુનાની ઝારી ભરાવશું, ખાઈ-પી ને આંગણામાં રમ્મ... જમવા
ALSO READ: આરતી કુંજ બિહારી
ALSO READ: નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી lyrics
થાળ 2
જમવા આવો રે હો કાનુડા,
ના આવો તો મારાં સમ્મ…જમવા.
ઊના ઊના તે ઢેબરાં આપશું,
મે તો છાસ વઘારી છે છમ્મ….જમવા.
મહી,માખણ ને મીસરી આપશું,
તું ધીરો પડ,જરીક ખમ્મ….જમવા.
જળ જમુનાની ઝારી ભરાવશું,
ખાઈ -પી ને આંગણામા રમ્મ…..જમવા.
થાળ – ૨.(રાગ – જય જય સંતોષી માતા.)
આવજે તું આવજે,કાનુડા તું આવજે,
જમવા અમારે દ્વાર આવજે.
વાટલડી જોઉં છું, ઊભી છું બારણે,
કરવા હુ તારો સત્કાર..આવજે.
ભોજન તૈયાર છે, તારી બસ વાર છે,
કરતો ના આવવાને વાર,,,,આવજે.
રૂડા ભોજનીયા ભાવે બનાવિયા,
ઠાર્યો છે મોહન થાળ…..આવજે.
કમોદના ભાત છે,સુરણ ની દાળ છે,
છમછમતો કીધો વઘાર…..આવજે.
જમુના ના નીર છે,આંખડી અધીર છે,
મારે તે ઝુંપડે પધાર….આવજે.
સુંદર મુખવાસ છે,વરીયાળી ખાસ છે,
કરવાને મારો ઉદ્ધાર…..આવજે.
થાળ – ૩.( રાગ – લે કે પહેલા પહેલા પ્યાર)
જમવા આવોને ગોપાલ,પીરસી મેલ્યા મે તો થાળ,
પ્રેમે પૂજું તમારા ચરણ નંદલાલ…
તાજાં માખણ ના મે તો ઘૃત દીધાં તાવી,
ઘીમાં શેકીને મે તો લાપસી બનાવી,
તીખી તમતમતી છે દાળ,પ્રેમે કીધા મે તો વાલ….જમવા..
મોણ નાખીને મે તો પૂરી રે બનાવી,
દહીં ને ભીંડાની મે તો કઢી રે બનાવી.
ઊનો ફળફળતો છે ભાત,માંહી લવિંગની કમાલ….જમવા.
લીલી તુવેરો નાખી,રીંગણ બનાવ્યા,
મારવાડ દેશના મે તો મૂળા સમાર્યા,
રાયતાં,અથાણાં,સલાડ જમજો ધીરે ધીરે લાલ…જમવા..
ઝારીએ ગાળીને મુક્યાં યમુનાના પાણી,
પાન તણા બીડલાં લેજો સારંગપાણિ,
દેખી મુખ તો લાલમલાલ,આવે કાનુડા પર વ્હાલ….જમવા..
થાળ – ૪.
( રમતો રમતો જાય,આજ મા નો ગરબો રમતો જાય ના રાગ પર)
હસતો હસતો ખાય,વાલો મારો હસતો હસતો ખાય.
ભોજન જો ભાવે પીરસાય તો વાલો મારો હસતો હસતો ખાય.
બેસવાને માટે રૂડા મંડપ ન માગતો,
મનનું આસન પથરાય તો વ્હાલો મારો…..
પાંત્રીસ પકવાન એને કશા નથી કામના,
પ્રેમથી જો રોટલો પીરસાય તો વ્હાલો મારો…
વિધ વિધ વાનગી ન જામે એતો ઠાઠથી,
ચટણી મા ચિત્ત પરોવાય તો વ્હાલો મારો….
મેવા મિષ્ટાન્ન ભલે મુક્યા હોય માન થી,
ભાવનાનું ભૈડકું રંધાય તો વ્હાલો મારો….
કરમા નો ખીચડો ને શબરી ના બોર સાથે,
વિદુર ની ભાજી આરોગાય તો વ્હાલો મારો….
જળની તે ઝારી અને મુખવાસ ન માગે,
નયનોથી નીર જો વહી જાય તો વ્હાલો મારો…
ભક્તિ-શ્રધ્ધા થી ઝટ રીઝે જદુરાયજી
ભક્તો જો ઘેલાં ઘેલાંથાય તો વ્હાલો મારો….