શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2021
Written By
Last Updated : ગુરુવાર, 23 સપ્ટેમ્બર 2021 (00:00 IST)

હૈદરાબાદને 8 વિકેટથી હરાવીને ટોપ પર પહોંચી દિલ્હી કૈપિટલ્સ

આઈપીએલ 2021ની બીજા ચરણમાં બુધવારે દિલ્હી કૈપિટલ્સનો સામનો સનરાઈઝરસ હૈદરાબાદ સાથે થયો. બંને ટીમો વચ્ચે આ મેચ દુબઈ ઈંટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ. સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા દિલ્હી કૈપિટલ્સ સામે જીત માટે 135 રનનુ લક્ષ્ય રાખ્યુ છે. દિલ્હી કૈપિટલ્સે આ લક્ષ્યને 17.5 ઓવરમાં બે વિકેટ ગુમાવીને મેળવી લીધુ. દિલ્હી માટે શ્રેયસ ઐય્યરે અણનમ 47 શિખર ધવને 42 અને કપ્તાન ઋષભ પંતે અણનમ 35 રન બનાવ્યા.