શુક્રવાર, 9 ડિસેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2021
Written By
Last Modified શનિવાર, 1 મે 2021 (16:28 IST)

IPL 2021: ડેવિડ વોર્નરના સ્થાન પર કેન વિલિયમસન સનરાઈઝર્સ હૈદરાબાદના બન્યા નવા કપ્તાન

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે આઈપીએલ 2021 ની બચેલી મેચો માટે કૈન વિલિયમસનને તેમનો નવો કપ્તાન બનાવ્યો છે. ટીમે ડેવિડ વોર્નરને કેપ્ટનશીપથી હટાવવાનો નિર્ણય લીધો છે. આ સિઝનમાં હૈદરાબાદની ટીમનું પ્રદર્શન ખાસ રહ્યું નથી અને ટીમે છમાંથી પાંચ મેચ ગુમાવી છે. હૈદરાબાદની ટીમે તેના ટ્વિટર હેન્ડલ પર આ માહિતી આપી છે. વિલિયમસન વોર્નરની ગેરહાજરીમાં તે પહેલા પણ હૈદરાબાદની કપ્તાન સંભાળી ચૂક્યા છે.