શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2021
Written By
Last Updated : રવિવાર, 2 મે 2021 (18:00 IST)

આઈપીએ 2021 - પંજાબ કિંગ્સને લાગ્યો ઝટકો, કપ્તાન રાહુલની એપેંડિસાઈટિસ સર્જરી

આઈપીએલ 2021માં પંજાબ કિંગ્સ માટે એક મોટો ઝટકો લાગે એવા સમાચાર છે.  કેએલ રાહુલને તેમના એક્યુટ અપેંડિસાઈટિસ વિશે જાણ થતા તેની સર્જરી કરાવવાની પરિસ્થિતિ ઉભી થઈ છે.  તેથી હવે રાહુલનુ આઈપીએલ રમવુ લગભગ અનિશ્ચિત થઈ ગયુ છે. 

Punjab Kings skipper KL Rahul will undergo surgery after he was diagnosed with Acute Apendicitis
ઉલ્લેખનીય છે કે 28 વર્ષીય રાહુલને ગઈકાલે રાત્રે પેટમાં દુ:ખાવો થતા ડોક્ટર દ્વારા મેડિસિન આપવામાં આવી, પરંતુ દવાએ તેની અસર ન બતાવતા તેમને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા  ડોક્ટરના કહેવા મુજબ તેમને અપેંટિસાઈટિસની સર્જરી કરાવવી પડશે.   આ સમાચાર પંજાબ કિંગ્સે પોતાના ટ્વિટર પેજ પર શેયર કર્યા. આ પંજાબ ફ્રેંચાઈજી માટે એક મોટો ઝટકો છે, જેણે તાજેતરમાં જ અમદાવાદમાં આરસીબીને હરાવ્યુ.