ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2021
Written By
Last Updated : શનિવાર, 24 એપ્રિલ 2021 (23:31 IST)

IPL 2021, KKR vs RR: ક્રિસ મૌરિસ-સૈમસને રાજસ્થાનને અપાવી જીત, કલકત્તાને 6 વિકેટથી હરાવ્યુ

ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2021ના 18મા મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે કલકત્તા નાઈટરાઈડર્સને 6 વિકેટથી હરાવ્યુ. રાજસ્થાને 134 રનના લક્ષ્યને 7 બોલ બાકી રહેતા જ મેળવી લીધુ. ટીમ તરફથી કપ્તાન સંજૂ સૈમસન 42 રનની રમત રમીને અણનમ પરત ફર્યા. આ પહેલા ટોસ ગુમાવ્યા પછી કલકત્તાએ 9 વિકેટના નુકશાન પર 133 રન બનાવ્યા. કેકેઆરની તરફથી રાહુલ ત્રિપાઠીએ સૌથી વધુ 36 રન બનાવ્યા. બોલિંગમાં ક્રિસ મૌરિસે રાજસ્થાન તરફથી 4 વિકેટ લીધી
 
રાજસ્થાન રૉયલ્સના પ્લેઈંગ  XI - જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન), ડેવિડ મિલર, શિવમ દુબે, રિયાન પરાગ, રાહુલ તેવતિયા, ક્રિસ મૌરિસ, ​​જયદેવ ઉનાદકટ, ચેતન સાકરીયા, મુસ્તફિઝુર રહેમાન
 
કલકત્તા નાઈટ રાઈડર્સના પ્લેઈંગ  XI - નીતિશ રાણા, શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી, ઇયોન મોર્ગન (કેપ્ટન), દિનેશ કાર્તિક, સુનીલ નારાયણ, પૈટ કમિંસ, આન્દ્રે રસેલ, વરૂણ ચક્રવર્તી, શિવમ માવી, પ્રસિદ્ધ કૃષ્ણા. 

11:24 PM, 24th Apr
- રાજસ્થાન રોયલ્સે કલકત્તા નાઈટરાઈડર્સને 6 વિકેટથી હરાવ્યુ 
- 17 ઓવર પછી રાજસ્થાન રોયલ્સનો સ્કોર 121/4, ડેવિડ મિલર 13 અને કપ્તાન સંજૂ સૈમસન 39 રન બનાવીને રમી રહ્યા છે. રાજસ્થાને હવે જીત માટે 18 બોલમાં 12 રનની જરૂર છે. 

11:09 PM, 24th Apr
- 15 ઓવર પછી રાજસ્થાન રૉયલ્સનો સ્કોર  104/4, સંજૂ સૈમસન 36 અને ડેવિડ મિલર 2 રન બનાવીને રમી રહ્યા છે. રાજસ્થાને અંતિમ પાંચ ઓવરમાં જીત માટે હવે 30 રનની જરૂર છે.
 

08:32 PM, 24th Apr
- 9.5 ઓવરમાં જયદેવ ઉનાદકટની બોલ પર સુનીલ નારાયણે યશસ્વી જયસ્વાલને થમાવ્યો કેચ. નારાયણ 7 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. કલકત્તાની ટીમ હવે એકદમ બૈકફૂટ પર જોવા મળી રહી છે. 
 
- 9 ઓવર બાદ કોલકાતા 51/2, રાહુલ ત્રિપાઠી 11 અને સુનિલ નારાયણ 5 રન બનાવીને સ્કોર કરી રહ્યો છે. ચેતન સાકરીયાએ તેની બીજી ઓવરમાં 6 રન આપ્યા હતા અને નીતિશ રાણા તરફથી મોટો વિકેટ ફટકાર્યો હતો.