સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2022
Written By
Last Updated : શુક્રવાર, 1 એપ્રિલ 2022 (23:00 IST)

KKR vs PBKS : કલકત્તાએ પંજાબને 6 વિકેટથી હરાવ્યુ, રસેલે 8 સિક્સ લગાવીને જીત અપાવી, 70 રન બનાવીને 15મી ઓવરમાં 138નો ટારગેટ મેળવ્યો

કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલની 8મી મેચ 6 વિકેટે જીતી લીધી છે. પંજાબે 138 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે KKRએ 15મી ઓવરમાં હાંસલ કરી લીધો હતો. આન્દ્રે રસેલે 70 રનની ઇનિંગ રમી અને 8 સિક્સર ફટકારી. પંજાબ તરફથી રાહુલ ચહર સૌથી સફળ બોલર રહ્યો, જેણે 2 વિકેટ લીધી.
 
પંજાબની બેટિંગ કંઈ ખાસ ન રહી. ભાનુકા રાજપક્ષે સૌથી વધુ 31 રન બનાવ્યા અને તેના સિવાય બાકીના બેટ્સમેન વધુ કંઈ કરી શક્યા નહીં. 10માં નંબરે ઉતરેલા કાગીસો રબાડાએ 25 રનની ઇનિંગ રમીને ટીમની લાજ બચાવી અને સ્કોર 137 સુધી પહોંચાડ્યો. કોલકાતા તરફથી ઉમેશ યાદવે શાનદાર બોલિંગ કરી અને 4 વિકેટ લીધી.
 
મેચની હાઈલાઈટ્સ.. 
 
1. રબાડાએ લાજ બચાવી 
પંજાબ માટે પ્રથમ આઈપીએલ મેચ રમી રહેલો કાગીસો રબાડા 16 બોલમાં 25 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં 4 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. આન્દ્રે રસેલે રબાડાની તોફાની ઇનિંગ્સ પર બ્રેક લગાવી હતી. સાઉથી લોન્ગ ઓફથી દોડીને આવ્યો અને કાગીસોનો સરસ કેચ લેવા માટે ડાઈવ લગાવ્યો.

2. સ્ટાર કિડ્સ ઈન ધ સ્ટૈડ્સ 
મેચમાં KKRને સપોર્ટ કરવા માટે  શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન, પુત્ર આર્યન ખાન અને બોલિવૂડ હિરોઈન અનન્યા પાંડે પણ વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યા છે. લિયામ લિવિંગસ્ટોનના આઉટ થયા બાદ બધા જ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.
 
3. રાજપક્ષે 344ના સ્ટ્રાઈક રેટ પર બનાવ્યા રન 
પંજાબના ભાનુકા રાજપક્ષે તોફાની ઇનિંગ રમતા માત્ર 9 બોલમાં 31 રન બનાવ્યા હતા. શ્રીલંકાના ખેલાડીએ પોતાની ઇનિંગમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 344.44 હતો. ભાનુકાની વિકેટ શિવમ માવીના ખાતામાં આવી અને મિડઓફ પર ટિમ સાઉથીના હાથે કેચ થયો. આઉટ થતા પહેલા રાજપક્ષેએ એ જ ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો અને પછીના ત્રણ બોલમાં સતત ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.
 
4. પાવર પ્લેમાં બંને ટીમોએ બતાવ્યો દમ 
પાવર પ્લેમાં કોલકાતાએ મયંક અગ્રવાલ (1), ભાનુકા રાજપક્ષે (31) અને શિખર ધવન (16)ની વિકેટ લીધી હતી. આ ત્રણ વિકેટ ઉમેશ, માવી અને સાઉથીએ લીધી હતી. જો કે, પંજાબે બેટથી પોતાની તાકાત બતાવી અને 10.33ના રન રેટથી 62 રન બનાવ્યા.
 
5. સાઉથીએ 250 વિકેટ પૂરી કરી
કિવી ફાસ્ટ બોલર ટિમ સાઉથીએ T20 ફોર્મેટમાં પોતાની 250 વિકેટ પૂરી કરી લીધી છે. સાઉથી ટી-20 ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ તરફથી 250 વિકેટ લેનારો પ્રથમ બોલર બન્યો છે. મેચમાં તેણે 36 રનમાં 2 વિકેટ ઝડપી હતી. ટિમ ધવન (16) અને શાહરૂખ (0)ને આઉટ કર્યો હતો.

KKR vs PBKS Live: કોલકાતાની ચોથી વિકેટ પડી
કોલકાતાના ચાર બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા છે. નીતિશ રાણા ખાતું ખોલાવ્યા વિના રાહુલ ચહરનો શિકાર બન્યો હતો. તેણે માત્ર બે બોલનો સામનો કર્યો. હવે કોલકાતાની ટીમ મુશ્કેલીમાં છે. રાહુલ ચહરે પોતાની પ્રથમ ઓવરમાં કોઈ રન આપ્યા વિના બે બેટ્સમેનોને પેવેલિયન મોકલી દીધા હતા.
 
KKR vs PBKS Live: કોલકાતાની ત્રીજી વિકેટ પડી
રાહુલ ચહરે કોલકાતાને ત્રીજો ઝટકો આપ્યો છે. તેણે કેપ્ટન શ્રેયસ અય્યરને કાગીસો રબાડાના હાથે કેચ કરાવ્યો. શ્રેયસે 15 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 26 રન બનાવ્યા હતા. તેના આઉટ થયા બાદ કોલકાતાની ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.
 
KKR vs PBKS Live: કોલકાતાએ પાવરપ્લેમાં બે વિકેટે 51 રન બનાવ્યા હતા
પાવરપ્લેમાં કોલકાતાની ટીમે બે વિકેટ ગુમાવીને 51 રન બનાવ્યા છે. શ્રેયસ અય્યર અને સેમ બિલિંગ્સ ક્રિઝ પર છે. આ બંને બેટ્સમેન મોટી ભાગીદારી કરીને પોતાની ટીમને જીતની નજીક લઈ જવાનો પ્રયાસ કરશે.
 
KKR vs PBKS Live: કોલકાતાની બીજી વિકેટ પડી
ઓડિયોન સ્મિથે કોલકાતાને વધુ એક ઝટકો આપ્યો છે. તેણે વેંકટેશ અય્યરને અર્શદીપના હાથે કેચ કરાવ્યો. હવે કેપ્ટન શ્રેયસ અય્યર અને સેમ બિલિંગ્સ ક્રિઝ પર હાજર છે. કોલકાતાની ટીમે પાંચ ઓવરમાં બે વિકેટ ગુમાવીને 42 રન બનાવ્યા છે.
 
KKR vs PBKS Live: વેંકટેશ અને શ્રેયસની શાનદાર બેટિંગ
અજિંક્ય રહાણેના આઉટ થયા બાદ વેંકટેશ અય્યર અને શ્રેયસ અય્યર શાનદાર સ્ટાઈલમાં બેટિંગ કરી રહ્યા છે. ચાર ઓવરમાં કોલકાતાની ટીમે એક વિકેટ ગુમાવીને 33 રન બનાવી લીધા છે.