1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2025
Written By
Last Modified: મંગળવાર, 20 મે 2025 (18:11 IST)

અમદાવાદમાં રમાશે IPL 2025 ની ફાઈનલ, આ વેન્યુ પર થઈ શકે છે પ્લેઓફ મુકાબલો

IPL 2025 Final venue
IPL 2025 Final venue
IPL 2025 ની ફાઈનલ મેચના વેન્યુને લઈને મોટુ અપડેટ આવ્યુ છે. રિપોર્ટ્સ મુજબ ફાઈનલ મેચ હવે અમદાવાદમાં રમાશે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે વધતા સૈન્ય તનાવને જોતા 9 મે ના રોજ IPL 2025 એક અઠવાડિયા માતે રોકી દેવામાં આવી હતી.  આ પછી, BCCI એ 13 મે ના રોજ એક નવું શેડ્યૂલ બહાર પાડ્યું. તે શેડ્યૂલમાં, બધી મેચોની તારીખો બદલવામાં આવી હતી. અગાઉ જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ, IPL ફાઇનલ 25 મેના રોજ રમાવાની હતી પરંતુ હવે તે 3 જૂને અમદાવાદમાં રમાશે.
 
આ મેદાન પર પ્લેઓફ મેચો યોજાઈ શકે છે
જોકે, જ્યારે BCCI એ ફરીથી શેડ્યૂલ જાહેર કર્યું, ત્યારે પ્લેઓફ સ્થળ અંગે કોઈ અપડેટ આપવામાં આવ્યું ન હતું. અગાઉ પ્લેઓફ મેચ હૈદરાબાદ અને કોલકાતા વચ્ચે યોજાવાની હતી. પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ક્રિકબઝના અહેવાલ મુજબ, આઈપીએલ 2025 ની ફાઇનલ અમદાવાદમાં રમાશે. પ્લેઓફ મેચો ન્યૂ ચંદીગઢના મુલ્લાનપુર ક્રિકેટ સ્ટેડિયમમાં રમી શકાય છે. આ નિર્ણય 20 મેના રોજ BCCI અધિકારીઓ વચ્ચે થયેલી બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો.
 
રિપોર્ટ અનુસાર, પ્લેઓફની પહેલી બે મેચ એટલે કે ક્વોલિફાયર-1 અને એલિમિનેટર મેચ મુલ્લાનપુરમાં રમાશે. આ બંને મેચ 29 અને 30 મેના રોજ રમાશે. બીજી ક્વોલિફાયર મેચ અમદાવાદમાં રમાશે. હકીકતમાં, દેશમાં વરસાદની મોસમ ધીમે ધીમે શરૂ થઈ ગઈ છે અને તેને ધ્યાનમાં રાખીને, BCCI એ પ્લેઓફ મેચો માટે આ મેદાનોની પસંદગી કરી છે.
 
આ ત્રણ ટીમો પહોચી ચુકી છે પ્લે ઓફમાં 
IPL 2025 ના પ્લેઓફમાં ત્રણ ટીમોએ પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ ત્રણ ટીમો ગુજરાત ટાઇટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ છે. હવે છેલ્લા સ્થાન માટે મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો છે. હવે જોવાનું એ રહે છે કે આ બે ટીમોમાંથી કઈ ટીમ અંતિમ ચારમાં પહોંચવામાં સફળ રહે છે. IPLની ચાલુ સિઝનમાં 9 વધુ લીગ મેચ રમવાની છે. છેલ્લી લીગ મેચ 27 મેના રોજ રમાશે અને ત્યારબાદ પ્લેઓફ મેચો શરૂ થશે.