સંબંધિત સમાચાર
- હાર્યા બાદ આ ટીમ IPL 2025માંથી થઈ ગઈ બહાર, ખિતાબ જીતવાનું સ્વપ્ન થયું ચકનાચૂર
- અભિષેક શર્માએ પોતાની સદીની ક્રેડિટ ટીમ ઈન્ડિયાના આ ખેલાડીને આપી, મેચ પછી કર્યો મોટો ખુલાસો
- અભિષેક શર્માએ IPLમાં એક નવો રચ્યો ઇતિહાસ, ધુંઆધાર સદી ફટકાર્યા પછી ચિઠ્ઠી બતાવી કર્યું સેલિબ્રેશન
- SRH vs KKR - હૈદરાબાદની હારના એક નહીં પણ ત્રણ વિલન, એક જ મેચ દ્વારા ટીમ મુશ્કેલીમાં મુકાઈ
- SRH vs LSG: શાર્દુલ ઠાકુર પછી પૂરન અને માર્શે પોતાની બેટ વડે બતાવી કમાલ, લખનૌએ ખોલ્યું જીતનું ખાતું
લાઈવ મેચમાં દિગ્વેશ રાઠી અને અભિષેક ઝગડયા, ઋષભ પંતે આવીને કરવું પડ્યું આ કામ
Abhishek Sharma and Digvesh Rathi
IPL 2025 માં, હાલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ . આ મેચમાં લખનૌની ટીમે પ્રથમ બેટિંગ કરીને 205 રન બનાવ્યા હતા. આ પછી, અભિષેકે હૈદરાબાદ માટે સારી બેટિંગ કરી. પરંતુ મેચ દરમિયાન, તેની અને દિગ્વેશ રાઠી વચ્ચે દલીલ થઈ, જેનો વીડિયો વાયરલ થયો છે.
અભિષેક સાથે ઝઘડ્યા દિગ્વેશ રાઠી
લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ માટે દિગ્વેશ રાઠીએ ઇનિંગની 8મી ઓવર ફેંકી. આ ઓવરના ત્રીજા બોલ પર તેણે અભિષેક શર્માને પેવેલિયન મોકલી દીધો. અભિષેક મેચમાં સારી બેટિંગ કરી રહ્યો હતો. લખનૌ માટે આ એક મોટી સફળતા હતી. વિકેટ લીધા પછી દિગ્વેશે પોતાનું સિગ્નેચર સેલિબ્રેશન (નોટબુક સેલિબ્રેશન) કર્યું. આ પછી તેણે અભિષેકને કંઈક ઈશારો પણ કર્યો. પછી અભિષેક ગુસ્સામાં તેની પાસે આવ્યો અને બોલવા લાગ્યો. ત્યારબાદ બંને ખેલાડીઓ વચ્ચે દલીલ થઈ. ત્યાં સુધીમાં બીજા ખેલાડીઓ પણ આવી ગયા અને કેપ્ટન ઋષભ પંતે દરમિયાનગીરી કરી. અમ્પાયરોએ પણ તેને ત્યાંથી જવા કહ્યું. આ પછી અભિષેક પેવેલિયન પાછો ફર્યો.
Digvesh Rathi celebration on....
— Monu Sharma (@bharatpur0777) May 19, 2025
DENGEROUS Abhishek Sharma gone ..
Abhishek Sharma isn't look happy with his notebook celebration
.#LSGvSRH #SRHvLSG #LSGvsSRH #SRHvsLSG pic.twitter.com/36g3Julj7g
અભિષેક શર્માએ રમી 59 રનની ઇનિંગ
સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી અભિષેક શર્માએ શાનદાર બેટિંગ કરી. તેણે 20 બોલમાં 59 રન બનાવ્યા, જેમાં ચાર ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે. વર્તમાન સિઝનમાં તેણે હૈદરાબાદ માટે કુલ 373 રન બનાવ્યા છે.
માર્શ અને માર્કરામે ફટકારી હાફ સેન્ચુરી
લખનૌ સુપર જાયન્ટ્સ માટે બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું. મિશેલ માર્શ અને એડન માર્કરામે પ્રથમ વિકેટ માટે 115 રનની ભાગીદારી કરી અને આ ખેલાડીઓએ મોટા સ્કોરનો પાયો નાખ્યો. માર્શે 65 રન બનાવ્યા. જ્યારે માર્કરામે 61 રનનું યોગદાન આપ્યું. નિકોલસ પૂરને 26 બોલમાં 45 રન બનાવ્યા, જેમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓના કારણે લખનૌની ટીમે 20 ઓવર પછી 205 રન બનાવ્યા.

