સંબંધિત સમાચાર
- U19 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ માટે BCCI એ ખોલ્યો ખજાનો, કરોડો રૂપિયાના ઈનામની કરી જાહેરાત
- 'પાપા પ્રણામ' U19 વર્લ્ડ કપ ટ્રોફી જીત્યા બાદ વૈભવ સૂર્યવંશીનુ ઈમોશનલ રિએક્શન થયુ વાયરલ
- IND vs ENG Final : અંગ્રેજોની કરી 'ધુલાઈ', ટીમ ઈન્ડિયા ફરી બની 'વર્લ્ડ કિંગ': U19 વર્લ્ડ કપમાં ભારતનો ડંકો
- હરારેમાં વૈભવનું તોફાન: 14 વર્ષના ‘વંડર બોય’એ ફાઈનલમાં 175 રન ફટકારી ક્રિકેટ જગતને હચમચાવી દીધું
- U19 Asia Cup BCCI માં પાકિસ્તાન સામે શરમજનક હારની સમીક્ષા કરશે BCCI, કેપ્ટન આયુષ મ્હાત્રેને પણ પૂછાશે સવાલ
વૈભવ સૂર્યવંશીના વિસ્ફોટમાં બધુ ધ્વસ્ત, હાર્દિક પણ થઈ ગયા દિવાના, રાજસ્થાન રોયલ્સે ત્રીજીવાર કર્યુ આ કામ
વૈભવ સૂર્યવંશી જ્યારે મેદાનમાં ઉતરે છે તો બોલર જ નહી પણ બોલ પણ જુએ છે. જસપ્રીત બુમરાહની પહેલી જ બોલ પર તેમણે જેવી સિક્સર લગાવી એ ખરેખર વખાણ કરવા લાયક હતી. રાજસ્થાન રૉયલ્સ વિરુદ્ધ મુંબઈ ઈંડિયંસ મેચ પછી હાર્દિક પંડ્યા પણ તેમના દિવાના થતા જોવા મળ્યા.
વૈભવ સૂર્યવંશીએ એક વાર ફરીથી આઈપીએલમાં વિસ્ફોટક રમત રમી
વૈભવ સૂર્યવંશીએ એકવાર ફરીથી આઈપીએલમાં વિસ્ફોટક રમત રમી. મુંબઈ ઈંડિયંસ વિરુદ્ધ મંગળવારે રમાયેલ રમતમાં વૈભવે આવતા જ આક્રમક વલણ અપનાવ્યુ. જ્યા સુધી તેઓ ક્રીજ પર રહ્યા, ચોક્કા અને સિક્સરનો વરસાદ થતો રહ્યો. આ દરમિયાન મેચ પછી વિરોધી ટીમના કપ્તાન એટલે કે હાર્દિક પંડ્યા પણ વૈભવના દિવાના થતા જોવા મળ્યા. હા રાજસ્થાન રૉયલ્સે આઈપીએલના ઈતિહાસમાં ત્રીજી વાર ત્રણ મેચ જીતવાનુ કામ કર્યુ છે.
વૈભવ સૂર્યવંશીએ જસપ્રીત બુમરાહની પહેલી બોલ પર જ મારી સિક્સર
Vaibhav ka jawaab nahi!
— Star Sports (@StarSportsIndia) April 7, 2026
Jasprit Bumrah par bhi Vaibhav Sooryavanshi pade bhaari!
Bhojpuri ka asli mazza sirf JioHotstar par dekhiye!#TATAIPL 2026 | #RRvMI | LIVE NOW https://t.co/Dc4qz69QC4 pic.twitter.com/QcsrgoF9rG
રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ મેચની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, કારણ કે બધા જોવા માંગતા હતા કે વૈભવ સૂર્યવંશી જસપ્રીત બુમરાહનો સામનો કેવી રીતે કરશે. જોકે, વરસાદને કારણે મેચ ટૂંકી થઈ ગઈ અને મોડી શરૂ થઈ. જ્યારે મેચ ફરી શરૂ થઈ અને બુમરાહ બીજી ઓવર નાખવા આવ્યો, ત્યારે વૈભવ સૂર્યવંશીએ પહેલા જ બોલ પર એક જોરદાર છગ્ગો ફટકાર્યો. તેણે ઓવર દરમિયાન ચોગ્ગા અને છગ્ગાનો પોતાનો સિલસિલો ચાલુ રાખ્યો. વૈભવ આઉટ થયા પછી બુમરાહ બીજી ઓવર ફેંકવા પાછો ફર્યો. એવું લાગતું હતું કે વૈભવ બીજી મોટી ઇનિંગ રમશે, પરંતુ તે 39 રને આઉટ થયો. આ સમયગાળા દરમિયાન, વૈભવે ફક્ત 14 બોલનો સામનો કર્યો, જેમાં પાંચ છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યો.
હાર્દિક પંડ્યાએ પણ વૈભવ સૂર્યવંશીના દિલ ખોલીને કર્યા વખાણ
મેચ પછી મુંબઈ ઈંડિયંસના કપ્તાન હાર્દિક પંડ્યાએ પણ વૈભવ સૂર્યવંશીના ખૂબ વખાણ કર્યા. હાર્દિકે કહ્યુ કે આ છોકરાએ જે રીતે બેટિંગ કરી તેને જોવુ ખરેખર રસપ્રદ રહી. હાર્દિક બોલ્યા કે વૈભવ જે રીતે બેટિંગ કરે છે અને તેમની અંદર જે નીડરતા છે તે વખાણલાયક છે. તેણે બેટિંગ કરતા જોવુ એ કમાલની વાત છે. હાર્દિકે જો કે પોતાની વાતોમાં વૈભવને 16 થી 17 વર્ષનો બતાવી દીધો. પણ વૈભવની વય હાલ ફક્ત 15 વર્ષ છે. બની શકે કે હાર્દિક ફ્લોમાં બોલી ગયા હોય અને તેમને વૈભવની વયનો અંદાજ ન હોય.
રાજસ્થાન રૉયલ્સે લીગમાં જીતી પોતાની સતત 3 જી મેચ
દરમિયાન, રાજસ્થાન રોયલ્સની વાત કરીએ તો, તેઓએ સતત ત્રણ મેચ જીતીને છ પોઈન્ટ મેળવ્યા છે અને નંબર વન સ્થાન મેળવ્યું છે. આઈપીએલના ઇતિહાસમાં આ ફક્ત ત્રીજી વખત છે જ્યારે રાજસ્થાને લીગની તેની પ્રથમ ત્રણ મેચ જીતી છે. 2015 માં, ટીમે તેની પ્રથમ પાંચ મેચ જીતી હતી. ત્યારબાદ, 2024 માં, તેઓએ સતત ચાર મેચ જીતી હતી. હવે, જોવાનું એ રહે છે કે ટીમ કેટલો સમય તેની જીતનો સિલસિલો જાળવી શકે છે. કઈ ટીમ તેની જીતનો સિલસિલો રોકી શકે છે?

