શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated : શુક્રવાર, 14 એપ્રિલ 2017 (14:27 IST)

ભીમ આધાર પે : કંઈક આ રીતે બદલાય જશે તમારી દુનિયા, જાણો ભીમ આધાર પે વિશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નાગપુરમાં ડિઝિટલ અને કેશલેસ ભારત માટે આધાએર બેસ્ડ ભીમ એપ લોંચ કરવાના છે. આ એપના લોંચ કર્યા પછી તમને કાર્ડ, મોબાઈલ, ઈંટરનેટ કનેક્શન અને તમામ પાસવર્ડના ઝંઝટથી મુક્તિ મળી જશે. મતલબ ફક્ત અંગૂઠો લગાવીને કોઈપણ પ્રકારની ચુકવણી કરી શકશો. તો ચાલો એક નજર નાખીએ કેટલુ સરળ રહેશે અંગૂઠો લગાવીને પેમેનેટ કરવુ અને કેવી રીતે બદલાય જશે તમારી જીંદગી ? 
 
આધાર પે કેવી રીતે કરશે કામ અને કેટલુ રહેશે સરળ ? 
 
આધાર પે ના દ્વારા પેમેંટ કરવાની વાત કરીએ તો આ ખૂબ જ સહેલુ બની શકે છે. જેવુ કે યૂટ્યુબ પર એક જાહેરાતમાં બતાવવામાં આવી રહ્યુ છે. જાહેરાતમાં બતાવ્યા પ્રમાને વાત કરીએ તો આ ખૂબ જ સહેલુ લાગી રહ્યુ છે અને હશે પણ કંઈક આવુ જ. આમ તો ભીમ એપ ડિસેમ્બરમાં જ લોન્ચ કરવામાં આવ્યો હતો. પણ તેમાં આધાર પેમેંટની સુવિદ્યા નથી. બીજી બાજુ આજે જે એપ લોન્ચ થશે તેમા આધારની સુવિદ્યા હશે અને તમે અંગૂઠો લગાવીને પેમેંટ કરી શકશો. 
 
ભીમ-આધાર એપ દ્વારા કેવી રીતે થશે પેમેંટ અને શુ હશે તેના ફાયદા ?
 
ભીમ એપ - ભીમ આધાર એપ દ્વારા પેમેંટ કરવા માટે તમારે મોબાઈલ, ઈંટરનેટ કોઈ પણ વસ્તુની જરૂર નહી પડે. જેવુ કે મોદીએ ભીમ એપને લોંચિંગ સમયે કહ્યુ હતુ કે ભીમની તાકત અસલી ભીમની જેવી જ હશે ? 
 
આધારના ફાયદા 
 
1. પેમેંટ માટે આધાર નંબરની જરૂર પડશે. 
2. મોબાઈલ કે ઈંટરનેટની જરૂર પેમેંટ કરવા માટે નહી પણ પેમેંટ રિસીવ કરવા માટે હશે. 
3. દુકાનદારો પાસે મોબાઈલમાં ભીમ-આધાર એપ હશે જેને એક બાયોમેટ્રિક ડિવાઈસથી નાના તાર દ્વારા જોડવામાં આવશે. 
4. આધાર પે માટે કોઈ પ્રકારના ડેબિટ-ક્રેડિટ કાર્ડ અને પાસવર્ડની જરૂર નથી. 
5. કોઈ પણ પ્રકારના સર્વિસ ટેક્સ નહી કપાય. 
 
આધાર પે ની ઉણપો 
 
આધાર પે સહેલી અને અનેક મામલામાં સેફ તો છે પણ આ સાથે એક પરેશાની છે કે જે વ્યક્તિનુ એકાઉંટ છે એ જ પેમેંટ કરી શકે છે. ઉદાહરણના રૂપમાં જોવા જઈએ તો જો કોઈ બાળક છે અને તેણે પોતાના પિતાના એકાઉંટમાંથી પેમેંટ કરવાનુ છે તો તે અંગૂઠો લગાવીને પેમેંટ નથી કરી શકતો. કરણ કે અંગૂઠો પિતાનો જોઈએ. જો કે આ માટે બીજો વિકલ્પ છે કે ભીમથી પેમેંટ થઈ શકે છે. આધાર પે થી પેમેંટ તમે ત્યારેય કરી શકો છો જો તમારો આધાર નંબર તમારા બેંક એકાઉંટ સાથે જોડાયેલુ હોય.