શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: બુધવાર, 14 જુલાઈ 2021 (17:42 IST)

Gmailના યુઝર્સને ઝટકો! કંપનીએ બંધ કરી આ સુવિધા, ચૂકવવા પડશે પૈસા

જો તમે Google મીટનો ઉપયોગ કરવા વાળા વ્યક્તિ છે. ગૂગથી વિડીયો કોલિંગ કોન્ફરન્સ પ્લેટફોર્મ ગ્રુપ કોલ માટે પર્સનલ એકાઉન્ટનો ઉપયોગ કરો છો તો તમારા માટે ખરાબ સમાચાર છે. ગૂગલ મીટ યૂઝર્સ હવે માત્ર 60  મિનિટ સુધી જ ગ્રુપ વીડિયો કૉલ કરી શકશે. ગૂગલ તે લોકો પર સમયસીમા લગાવી છે જે આ સર્વિસનો અત્યારે સુધી મફતમાં લાભ ઉઠાવી રહ્યા હતા. ગૂગલ સમયસીમા લગાવવાની ચર્ચા ગયા વર્ષેથી કરી રહ્યુ હતું. 2020માં કંપનીએ જાહેર કર્યુ હતુ કે વીડિયો કૉલ પર સમયસીમા તે સેપ્ટેમબર 2020 સુધી નહી લગાવશે. બીજા વીડિયો કૉંફ્રેસિંગ પ્લેટફાર્મસને ટક્કર આપવા માટે તેણે સેપ્ટેમ્બરમાં પણ સમયસીમા નથી વધારી પણ હવે કંપનીએ સમયસીમા નક્કી કરી છે. 
 
જો તમે ત્રણ અથવા વધુ લોકોને વિડીયો કોલ કરી રહ્યા છે, તો તમે કોલને 60 મિનિટ સુધી જારી રાખી શકે છે. આ સમયસીમા એ લોકો માટે લગાવવામાં આવી છે, જે જીમેલના ફ્રી એકાઉન્ટનો ઉપયોગ કરે છે. જો તેઓ મિટિંગ કરશે તો તમનો એક કલાકમાં કોલ ખતમ થઇ જશે. ગુગલે જણાવ્યું કે 55 મિનિટ પર તમામ પાર્ટીસિપેટસ પર નોટિફિકેશન આવી જશે કે તેમનો કોલ ખતમ થવાનો છે
 
ઘણા દેશોમાં યુઝર્સ પાસે લેવામાં આવી રહ્યા છે પૈસા
ગુગલે જાણકારી આપતા જણાવ્યું કે અપગ્રેડ 7.99 ડોલર પ્રતિ મહિના વરસકસ્પેસ ઈન્ડિવિડ્યુઅલ સબસ્ક્રિપ્શન પ્લાન છ. આ હાલ પાંચ દેશોમાં ઉપલબ્ધ છે. જેમાં અમેરિકા, કેનેડા, મેક્સિકો, બ્રાઝીલ અને જાપાન જેવા દેશો સામેલ છે.