શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: શુક્રવાર, 2 ડિસેમ્બર 2016 (17:51 IST)

મોબાઈલ ફોનમાં છિપાયુ છે સોનુ, કાઢવા માટે અપનાવો આ રીત

દેશમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરનારાઓની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ લોકોના જીવનનો મુખ્ય ભાગ બની ચુકી છે.  ફીચર ફોનથી શરૂ થયેલ મોબાઈલ ફોનની યાત્રા હવે સ્માર્ટફોન સુધી પહોંચી ગઈ છે. એક સ્માર્ટફોનથી વ્યક્તિ તમામ કામ કરી શકે છે. 
 
અનેક લોકો પોતાના જૂના ફોનના ખરાબ થવા પર તેમને ફેંકી દે છે. પણ આ ઓછા જ લોકો જાણતા હશે કે આ મોબાઈલ ફોનમાં સોનુ છિપાયુ છે.  આ ફીચર મોબાઈલ ફોનમાં સોનાનો ઉપયોગ કરવા પાછળના અનેક કારણો છે. કંપનીઓ તેનો ઉપયોગ એ માટે કરે છે કે ગોલ્ડ કંડેક્ટિવિટીના મામલે અન્ય વસ્તુઓના મુકાબલે આ સૌથી સારુ હોય છે. 
 
મોબાઈલના આ પાર્ટમાં હોય છે સોનુ 
 
મોબાઈલ ફોનના જે પાર્ટ્સમાં ગોલ્ડ છિપાયેલુ હોય છે તેમા મધરબોર્ડ, સ્પીકર, ચિપ, કી પેડ વગેરેનો સમાવેશ છે. 
 
સર્વેમાં પણ થઈ ચુક્યુ છે ખુલાસો 
 
મોબાઈલ ફોનમાં સોનુ છિપાયેલુ હોય છે. જેને લઈને અમેરિકામાં એક સર્વે પણ થઈ ચુક્યો છે. સર્વેનુ માનીએ તો એક મોબાઈલ ફોનમાં લગભગ 0.034 ગ્રામ સોનાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત 0.35 ગ્રામ ચાંદીનો પણ ઉપયોગ મોબાઈલ ફોન બનાવવામાં થાય છે. 
 
મોબાઈલ ફોન બનાવવામાં અનેક ધાતુઓનો ઉપયોગ કરવામાં આવે છે. સિલ્વર, કૉપર, ગોલ્ડ વગેરે મોબાઈલ ફોનમાં વપરાતી ધાતુમાં મુખ્ય છે. 
 
ગોલ્ડ કાઢવા માટે અપનાવો આ રીત 
 
મોબાઈલ ફોન્સમાંથી ગોલ્ડ કાઢવાની આ રીત ખૂબ સહેલી છે. ખરાબ પડેલા ફોનને સ્ક્રૂ ડ્રાઈવરથી ખોલીને તેના કીપેડ્સ, ચિપ, મધરબોર્ડ વગેરેમાંથી સોનુ કાઢી શકાય છે.  પણ એ પણ જાણવુ જરૂરી છે કે તેમા વપરાતુ સોનુ શુદ્ધ હોતુ નથી.