શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated : રવિવાર, 14 ઑક્ટોબર 2018 (11:50 IST)

તમારી મોબાઈલ બેટરીથી પરેશાન છો... તો આ ઉપાયો અજમાવો

ઘણીવાર આપણે મોબાઈલની બેટરીને કારણે પરેશાન થઈ જઈએ છીએ.. કોઈ મહત્વનો વીડિયો જોતા હોય અને બેટરી ખતમ થઈ જાય તો કેવો ગુસ્સો આવે છે.. કે હમણા કલાક પહેલા તો ફુલ ચાર્જ કરી અને તે ખતમ થઈ ગઈ... આવો જાણીએ બેટરી કેમ ખર્ચ થઈ જાય છે અને તેને બચાવવાના ઉપાયો શુ છે.. 
 
-  જયારે કોઈ જાહેરાતવાળા નાં જોઈતા મેસેજ તમારા મોબાઈલ પર આવી જાય છે તો રીંગટોન, વાઈબ્રેશન અને સ્ક્રીન લાઈટ એક્ટીવ થઇ જાય છે. અને જો મેસેજની સંખ્યા વધુ છે તો Battery લાઈફ પર અસર પડશે જ. આ માટે તેને સ્ક્રીન સેટિંગ્સ કે એપમાં જઈને બંધ કરો. 
 
- મોટાભાગના ફોન્સ હવે AMOLED ડિસપ્લેનો ઉપયોગ કરે છે. સ્ક્રીન પર દરેક પીક્સલ લાઈટ ઉત્પન્ન કરવા માટે થોડી-ઘણી બેટરી યુઝ કરે છે. આ માટે જો તમે કાળું કે ડાર્ક વોલપેપરનો ઉપયોગ કરો છો તો પીક્સલ ઓછી ઉર્જાનો ઉપયોગ કરશે અને બેટરી વધુ ચાલશે. જો ઉપલબ્ધ હોય તો એપ્સમાં પણ ડાર્ક થીમનો ઉપયોગ કરી શકો છો. 
 
-ઘણા એપ્સ લોકેશન સર્વિસનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી તેઓ લોકેશનનાં હિસાબે તમે ઓફર્સ રજૂ કરી શકો છો. પરંતુ, આનાથી બેટરીનો ઉપયોગ પણ વધે છે. આ માટે જયા સુધી જરૂર નાં હોય, લોકેશન ઓપ્શનને ઓફ જ રાખો. આ વિકલ્પ તમને ફોન સેટિંગ્સ સિવાય ટોપ સ્ક્રોલ મેન્યુમાં પણ મળી શકે છે. 
 
- જયારે તમે આવા વિસ્તારમાં છો જયા મોબાઈલ સર્વિસ નાં હોય, સિગ્નલ્સ ઉપલબ્ધ નાં હોય કે પછી યાત્રા કરી રહ્યા હોય ત્યારે પણ ફોન સતત નેટવર્ક શોધવાની કોશિશ કર્યા કરે છે. તો આવામાં બેટરીનો અકારણ ઉપયોગ થતો રહે છે અને આનાથી બચવા માટે તમે ફ્લાઈટ મોડનો ઉપયોગ કરી શકો છો. 
 
- ઘણા એપ્સ એવા હોય છે જે સ્ટેન્ડબાય મોડમાં પણ સતત તમારા ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરતા રહે છે અને સેટિંગ્સ સિંક કરે છે. આનાથી બેટરી પર પણ સતત લોડ બની જાય છે. બેટરી બચાવવા માટે જરૂરી છે કે આવા એપ્સની ઓળખ કરો અને અનઇન્સ્ટોલ કરી દો કે ફોર્સ સ્ટોપ વિકલ્પની પસંદગી કરો. 
 
- ફોનની બ્રાઈટનેસ ઓછી કે ઓટો મોડ પર રાખો અને વાઈફાઈ પણ ઓફ રાખો. આનાથી તમારો ફોન સતત નેટવર્ક નહિ શોધે. તમારા ફોનને ગરમીથી બચાવો. જો લીથીયમ આયન બેટરીનો ઉપયોગ કરી રહ્યા છો તો ગરમ થવા પર આ જલ્દી ડીસ્ચાર્જ થઇ શકે છે. આ માટે આને ગરમીથી અને તાપથી બચાવો