સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2019
Written By
Last Updated : શુક્રવાર, 10 જાન્યુઆરી 2020 (11:41 IST)

Live ઝારખંડ ચૂટણી પરિણામ : કોંગ્રેસ ગઠબંધન 41ના બહુમતના આંકડાથી આગળ, બીજેપી પાછળ

આજે ઝારખંડ વિધાનસભાનું ચૂંટણી પરિણામ જાહેર થશે. મતપેટીમાં બંધ 81 ધારાસભ્યોનું નસીબ આજે ખૂલશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ મતગણતરીમાં કૉંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચાનું ગઠબંધન 40 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે જ્યારે ભાજપ 30  બેઠકો પર આગળ છે. જ્યારે અન્ય પક્ષો 11 બેઠક પણ આગળ છે.

પાર્ટી સીટ આગળ/જીત
ભાજપા 25
કોંગ્રેસ 46
અન્ય 10
-  પૂર્વ સીએમ અને જેવીએમ (પી)ના બાબુલાલ મરાંડી ધનવાર સીટથી 2841 મતથી આગળ
 
- મરાંડી રૂઝાનો વચ્ચે જેવીએમના બાબુલાલ મરાંડીએ કહ્યુ કે જનતા જે આદેશ આપશે અમે એ જ નિર્ણય કરીશુ. તેમણે હાલ કોઈ પક્ષની તરફ જવાનો ઈંકાર કર્યો છે અને કહ્યુ કે પાર્ટી બેસીને આ અંગે નિર્ણય લેશે. મરાંડીએ કહ્યુ કે કોઈએ હજુ તેમનો સંપર્ક કર્યો નથી અને વાતો તો થતી રહે છે. જો કે તેઓ જેએમએમ ગઠબંધન સાથે જશે કે પછી બીજેપી સાથે આ વિશે કશુ પણ સ્પષ્ટ રૂપે કહ્યુ નથી. 
 
-  આ ચૂંટણીમાં મહાગઠબંધન ક્લીન સ્વીપ કરવા જઇ રહી છે. અમે હેમંત સોરેનને નેતૃત્વમાં ચૂંટણી લડ્યા છીએ. તેઓ મુખ્યમંત્રી બનવા જઇ રહ્યા છે: તેજસ્વી યાદવ, આરજેડી
 
-  રૂઝાનોમાં ભાજપનો ગ્રાફ થોડો નીચે આવ્યો છે. હવે ભાજપ 30, JMM-RJD-કોંગ્રેસ 41, જેવીએમ 4, આજસૂ 2 અને અન્ય 4 સીટો પર આગળ  
 
- પહેલાં રાઉન્ડ માટે મતની ગણતરી પૂરી. 3209 વોટોની સાથે ભાજપની લુઇસ મરાંડી દુમકા સીટ પર જેએમએમના હેમંત સોરેનથી આગળ ચાલી રહ્યા છે
 

રૂઝાનોમાં ભાજપનો ગ્રાફ થોડો નીચે આવ્યો છે. હવે ભાજપને 35, JMM-RJD-કોંગ્રેસને 39, જેવીએમને 4 અને આજસૂને 3 સીટો પર આગળ 
 
- અત્યાર સુધી 81 સીટોના રૂઝાન સામે આવ્યા છે, જેમાં જેએમએમ અને કોંગ્રેસ ગઠબંધનને 35 સીટો પર બઢત મળતી દેખાય રહી છે. ભાજપ 32 સીટો પર આગળ છે. જ્યારે ઝારખંડ વિકાસ મોરચા 3 અને આજસૂ 3 સીટો પર આગળ છે. ભાજપ અને જેએમએમ+માંથી કોઇને પણ બહુમતીની નજીક ના પહોંચતા હવે ત્રિશંકુ વિધાનસભાની શકયતા પણ બનવા લાગી છે. 
 
- ઝારખંડ વિધાનસભા ચૂંટણીના રૂઝાનોમાં ભાજપ અને જેએમએમ+ની વચ્ચે રસપ્રદ જંગ જોવા મળી રહી છે. અત્યાર સુધી 81 સીટોના રૂઝાન સામે આવ્યા છે, જેમાં જેએમએમ અને કોંગ્રેસ ગઠબંધનને 32 સીટો પર બઢત મળતી દેખાય રહી છે. ભાજપ 35 સીટો પર આગળ છે. જ્યારે ઝારખંડ વિકાસ મોરચા 3 અને આજસૂ 3 સીટો પર આગળ છે. ભાજપ અને જેએમએમ+માંથી કોઇને પણ બહુમતીની નજીક ના પહોંચતા હવે ત્રિશંકુ વિધાનસભાની શકયતા પણ બનવા લાગી છે. 
 
-અત્યાર સુધીના આવેલા સીટોના રૂઝાનોમાં જેએમએમ-કોંગ્રેસ -32 , ભાજપ 34, આજસૂ 7, જેવીએમ -3 , અન્ય 3 સીટ પર આગળ

દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસીને લઈને ચર્ચાઓ તેમજ વિરોધ ચાલી રહ્યો છે ત્યારે આ ચૂંટણી સત્તાધારી ભાજપ પક્ષ માટે કસોટી માનવામાં આવે છે.
 
ઝારખંડમાં મુખ્ય મંત્રી રઘુવર દાસના નેતૃત્વમાં ભાજપની સરકાર છે. 
 
2000ની સાલમાં બિહારથી છૂટા થઈને ઝારખંડ અસ્તિત્વમાં આવ્યું તે પછી 5 વર્ષનો સમય પૂર્ણ કરનારા તેઓ પ્રથમ મુખ્ય મંત્રી છે.
 
ભાજપે 2014ની ચૂંટણીમાં 37 સીટ જીતી હતી. એ સમયે ભાજપને ઝારખંડ મુક્તિ મોરચાના 6 સભ્યોનું સમર્થન હતું.