મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: શનિવાર, 18 માર્ચ 2023 (12:18 IST)

અગ્નીવીરની માટે ઓનલાઈન રજીસ્ટ્રેશ ફોર્મ ભરવાની મુદ્દત તા. 20 માર્ચ સુધી લંબાવાઈ

આર્મી રિક્રુટીંગ ઓફીસ, અમદાવાદ દ્વારા યોજાનાર લશ્કરી (અગ્નીવીર  ભરતીમાં જોડાવા માંગતા ઉમેદવારો માટે અરજી કરવાની મુદ્દત તા. 20 માર્ચ 2023 સુધી લંબાવાઈ છે .જેમા ઉમેદવારોએ  www.joinindianarmy.nic.inપર ઓનલાઇન અરજી કરવાની છે. 
 
આ ભરતીમાં ૧૭.૫ થી ૨૧ વર્ષના (૦૧.૧૦.૨૦૦૨ થી ૧.૦૪.૨૦૦૬ વચ્ચે જન્મેલા ) તેમજ ૮ પાસ,૧૦ પાસ,૧૨ પાસ,આઈ.ટી.આઈ.ડીપ્લોમાં  થયેલા અને ૧૬૮ સેમી ઉચાઇ ધરાવતા અને ૭૭ સેમી છાતી અને યોગ્ય વજન ધરાવતા અપરણિત પુરુષ ઉમેદવારો લાયકાત મુજબ વિવિધ જ્ગ્યા માટે ઉમેદવારી નોંધાવી શકશે.. સદર ભરતીમાં આઈ.ટી.આઈ તેમજ ડીપ્લો પાસ   ઉમેદવારોને બોનસ માર્ક આપવામાં આવશે. 
 
ઓનલાઈન અરજી ફોર્મ ભરવા અને અગ્નીવીર ભરતી પ્રક્રીયા તેમજ વિના મુલ્યે નિવાસી તાલીમ યોજના અંગે ઉમેદવારોને મફત માર્ગદર્શન આપવા માટે મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, પહેલો માળ, આઈટીસી બિલ્ડીંગ, આઈટીઆઈ કેમ્પસ, તરસાલી, વડોદરા ખાતે તા 18.3.2023 ના રોજ સવારે 11.00 થી 12.00 દરમિયાન સેમીનારનુ આયોજન કરેલ છે. જેમા મફત માર્ગદર્શન લેવા અથવા રોજગર સેતુ હેલ્પલાઈન 6357390390 પર સંપર્ક કરવા રોજગાર અધિકારી, વડોદરાની યાદીમાં જણાવાયું છે.