શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: મંગળવાર, 19 ઑક્ટોબર 2021 (19:01 IST)

ગ્રામ પંચાયતોમાં 13 હજારની ભરતી : જુનિયર કલાર્ક, તલાટી, હિસાબનીશ સહિતના 15 વર્ગોમાં થશે ભરતી

રાજ્યની 33 જિલ્લા પંચાયતો પાસેથી વર્ગ–3  ભરતીની સત્તા રાજ્ય સરકારે લઈ લીધા બાદ હવે પંચાયત પસંદગી મંડળને આ સત્તા સોંપવામાં આવી છે. સ્ટાફ ન હોવાથી પંચાયતનાં વિભાગોમાં કામો ખોરંભે પડી રહયા હોવાની વ્યાપક ફરિયાદો બાદ રાજ્યની નવી સરકારે પંચાયત વિભાગમાં ભરતીને પ્રાથમિકતા આપી છે અને 100 દિવસનાં એકશન પ્લાનમાં પણ તેનો સમાવેશ કર્યો છે.
 
ગુજરાત રાજ્યનાં પંચાયત વિભાગમાં લાંબા સમય બાદ ભરતીની કવાયત શરુ કરવામાં આવી છે. જિલ્લા અને તાલુકા પંચાયતનાં માળખામાં આશરે 16600 જેટલી જગ્યાઓ ખાલી છે તેમાંથી 13000 જગ્યાઓ ભરવા માટેની વહીવટી પ્રક્રિયા ચાલુ છે. નવેમ્બરમાં રાજયની દસ હજાર ગ્રામ પંચાયતની ચૂંટણીની આચાર સંહિતા લાગુ પડે તે પૂર્વે આ ભરતીની જાહેરાત કરી ઓન લાઈન અરજીઓ મંગાવવા સરકાર આગળ વધી રહી છે.
 
સરકારની લીલીઝંડી બાદ 15  જેટલા સંવર્ગની 13000 કર્મચારીઓની ભરતી માટેની દરખાસ્ત હાલ નાણાં વિભાગને પણ મોકલી દેવામાં આવી હોવાનું પંચાયત વિભાગનાં સૂત્રોએ જણાવ્યુ હતુ. જુનિયર કલાર્ક, તલાટી, વિસ્તરણ અધિકારી, હિસાબનીશ સહિતની જગ્યાઓ ભરવામાં આવશે. જીપીએસસી દ્રારા કલાસ–1 અને કલાસ-2ની ભરતી થાય છે. દરમિયાન પંચાયતોમાં વર્ગ-4માં પટાવાળાની ભરતી તો બંધ જ કરી દેવામાં આવી છે વર્ષોથી પટાવાળની ભરતી કરવામાં નથી આવી હવે જરુર લાગે તે કચેરીમાં આઉટસોસિંગથી ભરતી કરવા સરકારની ગાઈડ લાઈન છે