મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વિધાનસભા ચૂંટણી 2023
  3. કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023
Written By
Last Modified: સોમવાર, 17 એપ્રિલ 2023 (14:28 IST)

Karnataka: જગદીશ શેટ્ટારના કોંગ્રેસમાં જવાથી કર્ણાટકની રાજનીતિમાં શુ બદલાશે, BJPને કેટલુ નુકશાન ?

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપા નેતા જગદીશ શિવપ્પા શેટ્ટાર સોમવારે કોંગ્રેસમાં જોડાય ગયા. છ વખતના ધારાસભ્ય શેટ્ટાર ટિકિટ ન મળવાથી નારાજ હતા. શેટ્ટારને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ પાર્ટેની સદસ્યતા અપાવી. બીએસ યેદિયુરપ્પા પછી શેટ્ટાર લિંગાયત સમુહના બીજા સૌથી મોટા નેતા માનવામાં આવે છે. કર્ણાટકમાં લિંગાયત વોટર્સની આબાદી 17 ટકા છે. એવુ કહેવાય છે કે લિંગાયત વોટર્સ કોઈની પણ કર્ણાટકમાં ગેમ બગાડી શકે છે. આ જ કારણ છે કે હવે કર્ણાટકનુ રાજકારણ ગરમાય રહ્યુ છે. 
 
આવો જાણીએ કે શેટ્ટારે કોંગ્રેસમાં જવાનુ શુ કારણ બતાવ્યુ ? કર્ણાટકની રાજનીતિમાં શેટ્ટારનુ કદ કેટલુ મોટુ છે ? તેમના કોંગ્રેસમા સામેલ થવાથી કર્ણાટકની રાજનીતિમાં શુ બદલાશે ? ભાજપાને કેટલુ નુકશાન ઉઠાવવુ પડી શકે છે ? કોંગ્રેસને શુ ફાયદો થઈ શકે છે ? આવો જાણીએ... 
 
કોંગ્રેસમાં સામેલ થયા પછી શેટ્ટારે શુ કહ્યુ ?