રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા 2024 વિશેષ
Written By
Last Modified: અમદાવાદ , મંગળવાર, 7 મે 2024 (15:19 IST)

અમદાવાદ અને વડોદરામાં ગંભીર બીમારીથી પીડિત દર્દીઓએ મતદાન કર્યું, જુઓ કેવી રીતે મત આપ્યો

Critically ill patients cast their vote
ગુજરાતમાં લોકશાહીનુ પર્વ ઉજવાઈ રહ્યું છે. લોકો મત આપવા માટે વહેલી સવારથી જ લાઈનોમાં લાગી ગયાં છે. ત્યારે ગંભીર બીમારીથી પીડિત દર્દીઓ મતદાન કરવાનુ નથી ચૂક્યા. અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં વૃદ્ધ મતદારોએ હિંમતભેર મતદાન કર્યું હતું. વડોદરામાં હોસ્પિટલમાં દાખલ 3 દર્દીઓએ પણ કપરી પરિસ્થિતિમાં મતદાન કર્યું. વડોદરાના ગોરવા આઇટીઆઇ મતદાન કેન્દ્ર પર હાર્ટ એટેકના દર્દી એમ્બ્લુયન્સમાં પહોંચ્યા અને સ્ટ્રેચરમાં જ બૂથની અંદર જઇને મતદાન કર્યું. આ દૃશ્યો જોઇને ત્યાં હાજર સૌ કોઇ અંચબામાં મુકાઇ ગયા તો વડોદરાના વડસર વિસ્તારમાં આવેલ હંસા મહેતા પ્રાથમિક શાળાના મતદાન મથકમાં ગંભીર બીમારીથી પીડાતા એક દર્દી એમ્બ્યુલન્સમાં પહોંચ્યા અને મતદાન કર્યું. આ ઉપરાંત પેરાલિસીસના એક દર્દીએ પણ મતદાન કરીને તમામ લોકોને મતદાન કરવા માટે પ્રેરણા આપી હતી. 
Critically ill patients cast their vote
Critically ill patients cast their vote
ગઈ કાલે હાર્ટ એટેક આવ્યો અને આજે મત આપ્યો
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ આશીર્વાદ સોસાયટીમાં રહેતા 40 વર્ષીય યુવાન કમલેશ લિંબાચિયાને રવિવારે રાત્રે છાતીમાં દુઃખાવો થયો અને ગઇકાલે સોમવારે વહેલી સવારે 5 વાગ્યે દુઃખાવો વધી જતા શહેરની બેંકર હાર્ટ હોસ્પિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં રિપોર્ટ કરતા તેમને હાર્ટ એટેક આવ્યો હોવાની પુષ્ટી થઈ અને તુરંત જ તેમની સારવાર શરૂ થઇ અને હાર્ટમાં સ્ટેન્ડ મૂકવામાં આવ્યું.ગઇકાલે હાર્ટમાં સ્ટેન્ડ મુકાયું છે અને તેમની સ્થિતિ ગંભીર હોવા છતાં આજે મતદાન કરવા માટે કમલેશભાઇએ જીદ પકડી અને બેંકર હોસ્પિટમાંથી એમ્બ્યુલન્સ મારફતે તેમને મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર પર લઇ જવાયા અને તેઓએ સ્ટ્રેચરમાં સૂતા-સૂતા જ મતદાન કર્યું હતું. 
Critically ill patients cast their vote
Critically ill patients cast their vote
નાકમાં પાઈપ ભરાવી અને મતદાન કર્યું
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એવા કેટલાક પોલિંગ બુથ પર મતદારો જોવા મળ્યા હતાં. જેમને નાકમાં ટોટી ભરાવી હતી. કેટલાક વ્હીલચેર પર હતા અને કેટલાકને ગાડીમાંથી બહાર કાઢીને ઉંચકીને બુથ સુધી લઈ જવામાં આવ્યા હતાં. આ મતદારોએ કહ્યું હતું કે,લોકોએ મત જરૂરથી આપવો જોઈએ. અમે વૃદ્ધ છીએ અને મત આપવા આવ્યાં છીએ અમારી ચાલી શકવાની પણ સ્થિતિ નથી ત્યારે યુવાનોએ તો અચૂક મત આપવો જોઈએ. બીજી તરફ દિવ્યાંગજનો પણ મત આપવા આવ્યા હતાં અને લાઈનમાં ઉભા રહીને તેમણે મત આપ્યો હતો. કેટલીક ગર્ભવતિ મહિલાઓ પણ જોવા મળી હતી. જેમણે લાઈનમાં રાહ જોઈને મત આપ્યો હતો. લોકશાહીના પર્વની સમગ્ર દેશમાં આ પ્રકારે ખુશીથી ઉજવણી થઈ રહી છે.