બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Updated : શનિવાર, 6 એપ્રિલ 2024 (12:31 IST)

રૂપાલાનો ચૂંટણી લડવાનો સ્પષ્ટ સંકેત:હું ફોર્મ ભરવા જાઉં ત્યારે તમારે પાઘડી પહેરીને આવવાનું છે

Parshottam Rupala
Parshottam Rupala

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા રાજકોટથી જ ચૂંટણી લડશે એવો સ્પષ્ટ સંકેત ખુદ પુરુષોત્તમ રૂપાલા એ જ આપી દીધો છે. રાજકોટ રહેતા અમરેલીના લોકો સાથે એક સ્નેહ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પુરુષોત્તમ રૂપાલાએ પોતાના મંતવ્ય શરૂ કરતા પહેલાં જ જણાવ્યું હતું કે, હવે પછી બે વખત તમારે આવવાનું છે એક હું ફોર્મ ભરવા જાઉં ત્યારે અને મતદાનના દિવસે. આ નિવેદન ઉપરથી આ વાત સ્પષ્ટ સંકેત આપવામાં આવી રહ્યો છે કે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા જ રહેશે.

રાજકોટના નવા 150 ફૂટ રિંગરોડ પર ટીલાળા ચોક નજીક આવેલ ક્રિષ્ના ગૌશાળા ખાતે એક કાર્યક્રમનું આયોજન અંબરીશ ડેરની આગેવાનીમાં અમરેલી જિલ્લાની યુવા ભાજપની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. મૂળ અમરેલીના અને રાજકોટમાં વસતા લોકો સાથે સ્નેહ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મૂળ અમરેલીના અને રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા.રાજકોટના લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, આજે મારે આમ તો તમને બધાને વધુ કઈ કહેવાની જરૂર નથી પણ એક વાત ખાસ કહું છું. બે દિવસ તમારે બધાએ ફરજિયાત આવવાનું છે. હું તમને સમય આપીશ એક-બે દિવસમાં ફોર્મ ભરવાની તારીખ નક્કી કરીને આપીશ ત્યારે પાઘડી બાંધી તમારે બધાને આવવાનું છે. પાઘડી બાંધવાનો મતલબ એટલે કે જાનૈયા બનીને તમારે બધાએ આવવાનું છે. અને આ પછી બીજી વખત મતદાનની તારીખ આવે ત્યારે સાગમટે આવવાનું છે.

મારા ઉપર મહાદેવની કૃપા છે કે અંબરીશ ડેર મને મદદે આવ્યો એનાથી મોટી ભગવાનની કૃપા હોય ન શકે. અમરેલીથી પાણીની સમસ્યા કારણે જ મોટાભાગે લોકો અહીં રાજકોટ આવ્યા હશે. હું અમરેલીમાં ચીફ ઓફિસર હતો ત્યારે 15 દિવસે 15 મિનિટ પાણી વિતરણ થતું. કોંગ્રેસની સરકાર હતી ત્યારે ડંકીના બોર મંજૂર કરતા અને ટેન્કરો ફાળવતા આ જ ઉપાય હતો. માંગ્યા વિના મા પણ ન પીરસે પરંતુ, માંગ્યા વિના આપે એ નરેન્દ્ર મોદી.