શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: સોમવાર, 14 સપ્ટેમ્બર 2020 (09:24 IST)

1962 ના સીમા વિવાદના આડે ભારતને કમજોર બતાવવાની બેકાર કોશિશ કરી રહ્યુ છે ચીન

છેલ્લાં 58 વર્ષથી, ચીની પ્રચાર વિભાગો એટલે  1962 ની સરહદ સંઘર્ષનો ઉપયોગ ભારતીય સેનાનો બચાવ કરવા અને મોટા ભાગે રાષ્ટ્રને એ બતાવવા માટે કર્યો છે કે પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) ભારતીય સૈન્યથી ખૂબ શક્તિશાળે છે અને યુદ્ધના મેદાન પર ખૂબ ચઢિયાતી છે. 
 
આ એ જ માનસિકતા છે કે જેણે પીએલએ ને  પેંગોંગ ત્સોના ઉત્તરી કાંઠે ફિંગર 4 પહાડી ક્ષેત્ર સાથે ગાલવાનમાં  લાઇન ઓફ એચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પાર કરવાની હિંમત આપી છે. જો કે, ચીની આર્મીએ ગાલવાનની સાથે ઝીલની બંને બાજુ ભારતીય સેનાની મુખ્ય ચોકીઓ કબજો કરવાનો પ્રયાસ કર્યો છે.
 
ભારત-ચીન વચ્ચે પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર મહિનાઓથી વિવાદ ચાલુ છે. ચીની સેના સતત છંછેડવાની હરકત કરી રહી છે, જેનો ભારતીય જવાન જબડાતોડ જવાબ આપી રહ્યા છે. આ આખી દુનિયા જાણે છે કે જિનપિંગની સેના ભારતીય જવાનોને ઉપસાવવાનુ કામ કરી રહી છે, પણ ચીન જે ઉલ્ટા ચોર કોતવાલ કો ડાંટે(વાંક ખુદનો અને આંગળી ભારત પર)  જેવી હરકત કરી રહી છે ચીની સરકારે મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સના એક લેખમાં ભારત પર જ સીમા પર ઉપસાવવાનો આરોપ લગાવ્યો છે.  આ સાથે જ ચીનને ભારત અને અમેરિકાની પાક્કી મૈત્રી ગમી નથી રહી. 
 
ગ્લોબલ ટાઈમ્સ એ પોતાના લેખની શરૂઆત પોતાની આદત મુજબ ખોટા દાવા કરતા કરી છે. તેમા લખ્યુ છે કે 'જૂનમાં ગલવાન ઘાટીમાં અનેક હિંસક ઝડપ પછી ભારતએ મોટાભાગના ચીન વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આર્થિક અને સૈન્ય રૂપમાં ભારત ચીનથી પાછળ છે, પણ છતા કેમ ચીનને છંછેડવાનુ રિસ્ક લઈ રહ્યુ છે ? 
 
ચીનના પ્રોપેગૈડા મુખપત્રમાં વધુમાં જણાવ્યું છે કે ભારતનુ માનવુ છે કે ચીન યુદ્ધ શરૂ કરવા અથવા યુદ્ધને આગળ વધારવા માટે પહેલ કરવા તૈયાર નથી. આ જ કારણ છે કે ભારત સરહદ પર નાના પાયે ઉશ્કેરણી કરી રહ્યું છે. બીજી બાજુ નવી દિલ્હીને લાગે છે કે ચીન મોટા પાયે સૈન્ય સંઘર્ષમાં સામેલ થશે નહીં, તેથી તે પોતાના દ્રઢ સંકલ્પ વિશે પોતાની વાત કરવાની હિમંત કરે છે