ગુરુવાર, 1 જાન્યુઆરી 2026
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Modified: સોમવાર, 24 એપ્રિલ 2023 (17:03 IST)

Sampath J Ram Death: કન્નડ એક્ટરની મોત, 35 વર્ષની ઉમ્રમાં સુસાઈડના સમાચાર

Sampat Rai J Ram passed away
Kannada Actor Sampath J Ram Passes Away: કન્નડ ટીવી ઈંડસ્ટ્રીથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રખ્યાત કન્નડ ટીવી એક્ટર સંપત રાય જે રામનો નિધન થઈ ગયો. સમાચાર મુજબ સંપત જે રામે આત્મહત્યા કરીને પોતાનો જીવ ગુમાવ્યો છે. 35 વર્ષની વયે સંપત જે રામના અવસાનથી દરેક જણ આઘાત અને નિરાશ છે. સંપત જે રામના નિધનના સમાચાર સાંભળીને ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે.
 
કન્નડ ટીવી એક્ટર સંપત જે રામ મૃત્યુ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 22 એપ્રિલે કન્નડ ટીવી ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર સંપત જે રામે મોતને ભેટી છે. જણાવવામાં આવી રહ્યું છે કે સંપત જે રામે કર્ણાટકના નેલમંગલા સ્થિત પોતાના ઘરે આત્મહત્યા કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સંપત જે રામ તેમના અંગત જીવનમાં સમસ્યાઓના કારણે ઘણા સમયથી ડિપ્રેશનમાં ચાલી રહ્યા હતા. કન્નડ ટીવી એક્ટર સંપત જે રામ પોતાની કારકિર્દીમાં ઉતાર-ચઢાવ અને સતત કામ ન મળવાને કારણે ખૂબ જ પરેશાન હતા.