Train Restaurant Surat સુરત: આવી ટ્રેન રેસ્ટોરન્ટ નહીં જોઇ હોય- ફૂડ વેઇટર નહીં પરંતુ ટોય ટ્રેન દ્વારા પહોંચાડવામાં આવે છે
ગુજરાતમાં આવું એક રેસ્ટોરન્ટ આવેલું છે, જ્યાં ઓર્ડર આપ્યા બાદ ફૂડ વેઇટર નહીં પરંતુ ટોય ટ્રેન દ્વારા પહોંચાડવામાં આવે છે. આ રેસ્ટોરન્ટમાં ગ્રાહકો તેમના મનપસંદ ફૂડનો ઓર્ડર આપે છે અને ત્યારબાદ આ ફૂડ ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ દ્વારા ટોય ટ્રેન તેમનું ફૂડ તેમના ટેબલ સુધી પહોંચાડે છે.
ડબ્બામાં લોડ કરવામાં આવે છે રોટલી, ભાત, કઢી, પાપડ
આ રેસ્ટોરન્ટમાં ડાયનિંગ ટેબલના નામ પણ સુરત શહેરના અલગ-અલગ સ્ટેશનો પરથી રાખવામાં આવ્યા છે. જે મહેમાનોને સંપૂર્ણ રેલવે સ્ટેશનનો અહેસાસ કરાવે છે. આ રેસ્ટોરન્ટમાં આવેલી એક ગ્રાહક દેવ્યાની પટેલે જણાવ્યું હતું કે, અમે ઘણાં રેસ્ટોરન્ટમાં ગયા છીએ. જ્યાં વેઇટર દ્વારા ફૂડ પીરસવામાં આવે છે. પંરતુ આ રેસ્ટોરન્ટમાં ટ્રેન દ્વારા ફૂડ પીરસવામાં આવે છે.