ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 13 એપ્રિલ 2022 (16:34 IST)

તાન્યા હત્યા કેસમાં 3ને આજીવન કેદ- ખંડણી માટે બાળકીનું અપહરણ કરી નદીમાં ફેંકી હતી, તાન્યા હત્યા કેસમાં નડિયાદ કોર્ટનો ચુકાદો

તાન્યા હત્યા કેસમાં નડિયાદ કોર્ટનો ચુકાદોઃ બે પુત્ર અને માતાને જીવે ત્યાં સુધી કેદ
નડિયાદમાં બહુચર્ચિત તાન્યા હત્યા કેસનો ચૂકાદો આજે નડિયાદ કોર્ટે સંભળાવ્યો છે. નડિયાદમાં 5 વર્ષ પહેલાં માસૂમ 7 વર્ષિય બાળકી તાન્યાને તેના પાડોશીઓએ ખંડણીના આશયથી અપહરણ કરી આ બાળકીની નદીમા ફેકી ક્રૂર હત્યા કરી દીધી હતી. આ હત્યા બાદ ઘટનામાં સામેલ પાંચ આરોપીઓની પોલીસે જે તે સમયે ધરપકડ કરી હતી. તો બીજી બાજુ નડિયાદ સહિત જિલ્લામાં બાળકીના પરિવારજનોને ન્યાય મળે તે માટે આ સમયે લોકો રસ્તા પર ઉતરી હત્યારાઓને ફાંસી આપો ના નારા લગાવ્યા હતા. આ બહુ ચર્ચિત કેસ આજે નડિયાદની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આકરુ વલણ દાખવી આરોપીઓ પૈકી 3ને આજીવન કેદની સજા સંભળાવી છે.ખેડા જિલ્લાના વડા મથક નડિયાદમાં પાંચ વર્ષ અગાઉ તાન્યા હત્યા કેસનો બનાવો બન્યો હતો. નડિયાદ સંતરામ ડેરી રોડ પાછળ લક્ષ ડુપ્લેક્સમા વૃદ્ધ દાદી સાથે રહેતી 7 વર્ષિય બાળા તાન્યાને તેના પડોશીઓએ અપહરણ કરી દીધું હતું. ઘટનાના 3 દિવસ બાદ તાન્યાનો મૃતદેહ આણંદ જિલ્લાના આંકલાવ ગામની મહીસાગર નદીના પટમાંથી મળી આવ્યો હતો. આ મૃતદેહ સંપૂર્ણ ફોગાઈ ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. જે તે સમયે પોલીસે મીત ઉર્ફે ભલો વિમલકુમાર પટેલ, ધ્રુવ ઉર્ફે બબુ વિમલકુમાર પટેલ અને આ બન્નેની માતા જીગીશાબેન વિમલકુમાર વિનુભાઈ પટેલ ત્રણેય (રહે.૫, લક્ષ ડુપ્લેક્ષ, જાનકીદાસ સોસાયટીની બાજુમાં, સંતરામ દેરીરોડ, નડીઆદ) તથા બે સગીર મળી કુલ 5 વ્યક્તિઓ સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. અપહરણના સમયે મીત વિમલ પટેલ‌ તેના સાગરિત ધ્રુવ પટેલ અને એક સગીરની પૂછપરછ આદરી હતી‌. જેમાં આ તમામે અપહરણ કરી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

ખેડા જિલ્લાના વડા મથક નડિયાદમાં પાંચ વર્ષ અગાઉ તાન્યા હત્યા કેસનો બનાવો બન્યો હતો. નડિયાદ સંતરામ ડેરી રોડ પાછળ લક્ષ ડુપ્લેક્સમા વૃદ્ધ દાદી સાથે રહેતી 7 વર્ષિય બાળા તાન્યાને તેના પડોશીઓએ અપહરણ કરી દીધું હતું. ઘટનાના 3 દિવસ બાદ તાન્યાનો મૃતદેહ આણંદ જિલ્લાના આંકલાવ ગામની મહીસાગર નદીના પટમાંથી મળી આવ્યો હતો.
 
ચોકલેટ આપવાની લાલચ આપી અપહરણ કર્યું હતું
મીત પટેલે પોતાના અન્ય સાગરિત સાથે મળી સાત વર્ષની તાન્યાને ચોકલેટ, આઈસ્ક્રીમ ખવડાવવાના બહાને અપહરણ કરી ગયો હતો. આ પછી પકડાઇ જવાની બીકે તેણે તાન્યાને મહીસાગર નદીમાં જીવતી ફેંકી દીધી હતી. આ ઘટના બાદ તુરંત મિત પટેલ નડિયાદ પોતાના ઘરે આવી ગયો હતો. પોલીસે આ આરોપીની જે તે સમયે ધરપકડ કરી હતી મીત પોલીસ સમક્ષ એવી કબૂલાત કરી હતી કે તેણે 15 દિવસ પહેલા જ આ અપહરણનો પ્લાન રચ્યો હતો. અને બનાવના દિવસે સાંજે સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી અંધારાનો ફાયદો ઉઠાવી તેણે તાન્યાનું અપહરણ કર્યું હતું અને પોતાના સાથી સાથે આણંદ બાજુ રવાના કરી દીધી હતી. થોડા જ કલાકોમાં આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થતા આરોપીઓને પકડાઈ જવાની બીકે માસૂમ તાન્યાને વાસદ બ્રીજ ઉપરથી નદીના ધસમસતા પ્રવાહમાં જીવતી ફેંકી દીધી હતી. ખંડણી વસૂલવાના આશયથી આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાની કેફિયત આરોપીઓએ કબૂલી હતી.