Viral Video Today: જેમા તમે જોઈ શકો છો કે કેવી રીતે વ્હેલે શિકાર માટે એક અનોખી રીત અપનાવી જેને જોઈને દરેક કોઈ કાંપી ગયુ.
Viral Video Today: સોશિયલ મીડિયા પર એક વ્હેલનો કંપાવી દેનારો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વ્હેલ શિકાર કરવા માટે એક અનોખી યુક્તિનો ઉપયોગ કરતી જોવા મળે છે. મોટી માછલીઓ સામાન્ય રીતે તેમના શિકારનો પીછો કરે છે, પરંતુ આ વ્હેલ તેનાથી ઉલ્ટુ કરી જોવા મળી. તે સંપૂર્ણપણે સ્થિર અને શાંત રહી, પછી એક જગ્યાએ તેનું મોટું મોં ખુલ્લું મુકીને એકદમ સ્થિર ઉભી રહી. આ એક દ્રશ્ય જાળ જેવું લાગતું હતું. નાની માછલીઓને લાગ્યુ કે આ છુપાવવા અથવા આરામ કરવા માટે એક સલામત સ્થળ છે.
જાળમાં ફસાઈ ગઈ નાની માછલીઓ
જોઈ શકો છો કે જેવુ જ વ્હેલે પોતાનુ મોઢુ ખોલ્યુ તેની પાસે ત્યા આસપાસ રહેલી તમામ નાની માછલીઓ ધીરે ધીરે કરીને ત્યા આવતી ગઈ. તેમને બિલકુલ અંદાજ નહોતો આવી રહ્યો કે આ કોઈ સંકટ છે. વ્હેલનુ ખુલ્લુ મોઢુ તેમને એક છાયડાદાર અને શાંત સ્થાન જેવુ લાગ્યુ. જોતાજ મોટી સંખ્યામાં માછલીઓ મોઢામાં આવતી ગઈ. જ્યારે વ્હેલને લાગ્યુ કે હવે શિકાર ભરપૂર ભેગો થઈ ગયોછે તેઓ તેણે મોડુ કર્યા વગર પોતાનુ મોઢુ બંધ કરી લીધુ. અને ત્યાથી નીકળી ગઈ. આ નજારો એટલો ચોંકાવનારો હતો કે જોનારાઓ પણ હેરાન થઈ ગયા.
વ્હેલનુ ખતરનાક રૂપ
વ્હેલની આ શિકાર કરવાની ચાલાકી બતાવે છે કે સમુદ્રની દુનિયા કેટલી રહસ્યમય અને ખતરનાક હોઈ શકે છે. ખૂબ ઓછા પ્રાણીઓ આવી શિકારની રણનીતિ અપનાવે છે. આ વિડિઓ ફક્ત મનોરંજક જ નથી પણ દરિયાઈ જીવોના વર્તન વિશે નવી સમજ પણ પ્રદાન કરે છે. જ્યારે કેટલાક વ્હેલની હોશિયારીની પ્રશંસા કરી રહ્યા છે, તો કેટલાક તેને માછલી માટે દુ:ખદ પણ માની રહ્યા છે. આ વિડિઓ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.