પાર્ટી છોડવાની અમરની ધમકી

ભાષા| Last Modified શુક્રવાર, 8 મે 2009 (16:16 IST)

સપા મહાસચિવ અમરસિંહે આઝમ ખાનનાં મુદ્દે પાર્ટી છોડવાની ધમકી આપી હતી. તેમણે પાર્ટી પ્રમુખ મુલાયમસિંહને અલ્ટીમેટમ આપતાં જણાવ્યું હતું કે તે ચુંટણી પછી પાર્ટી છોડી શકે છે. અમરે આરોપ લગાવ્યો છે કે સતત તેમની વિરૂદ્ધ વક્તવ્યો આપી રહ્યાં છે.

રામપુરમાં યોજાયેલા ચુંટણી સભામાં અમરસિંહે કહ્યું હતું કે અંતિમ ચરણનાં મતદાન બાદ તેઓ પાર્ટીમાં રહેવા બાબતે નિર્ણય કરશે. અમરસિંહે પોતાનું વક્તવ્ય મુલાયમનાં એક નિવેદનને ટાંકીને જણાવ્યું હતું કે જેમાં મુલાયમે કહ્યું હતું કે પાર્ટીમાં રહેવું હોય તો આઝમ ખાનને ખુશ રાખવા પડશે. અમરસિંહે કહ્યું હતું કે આઝમ ખાન મારા વિરૂદ્ધ સતત નિવેદન આપતાં હોવા છતાં મુલાયમ મને ચુપ રહેવાનું કહે છે.
રામપુરથી પાર્ટીનાં ઉમેદવાર જયાપ્રદાનાં સમર્થનમાં પ્રચાર કરવા આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે હું આઝમનાં જુતાંની રાહ જોઉ છું. જો આઝમ ખાન તરફથી મને કોઈ બુટ મારવામાં આવશે, તો હું તેને શણગારીને એક સંગ્રહાલયમાં રાખીશ.


આ પણ વાંચો :