સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ચૂંટણી2009
  4. »
  5. લોકસભા ચૂંટણી 2009
Written By વેબ દુનિયા|
Last Modified: અમદાવાદ , બુધવાર, 29 એપ્રિલ 2009 (16:26 IST)

રાજ્યમાં આજે થશે મતદાન

P.R
લોકસભાની ચૂંટણી અંતગર્ત ગુરૂવારે ત્રીજા તબક્કામાં નવ રાજ્યો તથા બે કેન્દ્ર શાસિત પ્રદેશો સહિત 11 પ્રાંતમાં 107 બેઠકો માટે મતદાન થશે. જેમાં ગુજરાત રાજ્યની 26 બેઠકો માટે મતદાન થશે.

આજથી જ મતદાન મથકોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. રાજ્યમાં 3,64,66,923 મતદારો આજે પોતાનો રાષ્ટ્રીય ધર્મ અદા કરી મતદાન કરશે. રાજ્યમાં 42567 કેન્દ્રો પરથી 26 બેઠકો માટે 1,88,85,541 પુરૂષો તથા 1,75,81,392 મહિલાઓ મતદારો મતદાન કરાશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ગત ચૂંટણીમાં 26 બેઠકો પૈકી ભાજપને 14 અને કોંગ્રેસને 12 બેઠકો મળી હતી.