બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ચૂંટણી2009
  4. »
  5. લોકસભા ચૂંટણી 2009
Written By ભાષા|

દિલ્હીમાં કોંગ્રેસની હેટ્રીક !

P.R
કોંગ્રેસે દિલ્હીમાં લોકસભાની તમામ બેઠકો જીતી ભાજપના સૂપડા સાફ કરી નાખ્યા છે. દિલ્હીની સાતે સાત બેઠકો જીતવાની કોંગ્રેસે અહીં હેટ્રીક નોંધાવી છે. અગાઉ 1971 તથા 1984માં પણ તમામ બેઠકો જીતી હતી.

1952માં લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં ચાર લોકસભા બેઠકો હતો જેમાં કોંગ્રેસે ત્રણ બેઠકો પર કબ્જો જમાવ્યો હતો જ્યારે એક બેઠક ઉપર કૃષક મઝદુર પ્રજા પાર્ટીની ઉમેદવાર સુચેતા કૃપલાનીનો વિજય થયો હતો. દિલ્હીમાં લોકસભાનું પ્રતિનિધિત્વ કરનાર કૃપલાની પહેલી મહિલા ઉમેદવાર હતી.