Last Modified: લખનૌ , રવિવાર, 17 મે 2009 (14:37 IST)
યુપીમાં કોંગ્રેસે અન્યોને હંફાવ્યા
N.D
દેશની રાજનીતિમાં મહત્વપૂર્ણ હિસ્સો ધરાવતા ઉત્તરપ્રદેશમાં બે દસકાથી મરણપથારીએ પડેલી કોંગ્રેસમાં ફરી એક જીવ આવ્યો છે એટલું જ નહીં તેણે રાજ્યના રાજકીય સમીકરણોને ઉલટપુલટ કરી નાખ્યા છે. સપા અને બસપાના સપના પણ ચકનાચૂર કરી નાખ્યા છે.
દેશની સૌથી મોટી પંચાયત લોકસભામાં સૌથી વધુ સાંસદ મોકલનાર ઉત્તરપ્રદેશ માટે કહેવાતું હતું કે, દિલ્હીમાં સત્તાનો રસ્તો ઉત્તર પ્રદેશ થઇને આવે છે. આ વાતને સાચી સાબિત કરતાં કોંગ્રેસે અહીં 20 બેઠકો જીતી કેન્દ્રમાં સરકાર બનાવવા માટે રસ્તો સાફ કરી દીધો છે. કોંગ્રેસે અહીં પોતાનો ડંકો વગાડી રાજનીતિજ્ઞ તથા વિશ્લેષકોની ભવિષ્યવાણીને ખોટી ઠેરવી છે. સાથોસાથ તેણે સપા અને બસપાને ભૂંડી રીતે માત આપી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, 1984માં ઇન્દિરા ગાંધીની શહાદત બાદ તેમની સહાનુભૂતિને કારણે 85 પૈકી 83 બેઠકો જીતી કોંગ્રેસ સત્તામાં આવી હતી. જ્યારે 1998ની ચૂંટણીમાં કોંગ્રેસ અહીં ખાતુ પણ ખોલાવી શકી ન હતી.