ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વિધાનસભા ચૂંટણી 2023
  3. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023
Written By
Last Modified: બેતુલ: , ગુરુવાર, 16 નવેમ્બર 2023 (15:17 IST)

MP માં ચૂંટણી પર ફરજ દરમિયાન એક કર્મચારીનું મોત, છાતીમાં દુઃખાવો ઉપડતાં મોત

MP Election
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023 માટે બેતુલના મુલતાઈમાં ચૂંટણી ફરજ દરમિયાન એક કર્મચારીનું મોત થયું છે. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
 
ફરજ પર હતા ત્યારે તબિયત લથડી હતી
મુલતાઈના એસડીએમ તૃપ્તિ પટેરિયાએ જણાવ્યું કે, શાહપુર પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં ચોકીદારની પોસ્ટ પર તૈનાત 55 વર્ષીય ભીમરાવ પુત્ર ભોજુ, મુલતાઈ નગરના કન્યાશાળા બૂથ નંબર 123માં P3 તરીકે તૈનાત છે, તેને છાતીમાં દુખાવો થયો હતો. જે બાદ તેઓ મતદાન પક્ષોને સામગ્રી વહેંચવા માટે બનાવેલા સ્ટ્રોંગ રૂમ પાસે પહોંચ્યા હતા. ભીમરાવની જગ્યાએ અન્ય કર્મચારીની નિમણૂક કરવામાં આવી હતી અને તેને સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
 
મોતના સમાચાર સાંભળતા જ હોસ્પિટલ પહોચ્યા અધિકારી 
 
કર્મચારીના અચાનક મોતના સમાચાર મળતાની સાથે જ સેક્ટર ઓફિસર હોસ્પિટલ પહોંચ્યા અને તેમના પરિવારને માહિતી મોકલી. તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ગઈકાલે સાંજે 6 વાગ્યે ચૂંટણી પ્રચાર સમાપ્ત થઈ ગયો હતો. રાજ્યની 230 વિધાનસભા બેઠકો માટે 17 નવેમ્બરે મતદાન થશે અને પરિણામ 3 ડિસેમ્બરે આવશે.