રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વિધાનસભા ચૂંટણી 2023
  3. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023
Written By
Last Modified: ગુરુવાર, 30 નવેમ્બર 2023 (13:09 IST)

MP Exit Poll 2023: એમપીમાં કોની બનશે સરકાર ? જાણો કયો એક્ઝિટ પોલ આપે છે એકદમ સટીક માહિતી

MP Exit Poll 2023: મઘ્યપ્રદેશમાં કોની સરકાર બનશે તેનો નિર્ણય 3 ડિસેમ્બર સોમવારે આવી જશે. પરિણામ પહેલા આજે એક્ઝિટ પોલ રજુ થશે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં મોટાભાગના એક્ઝિટ પોલે રાજ્યમાં બીજેપી-કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર બતાવી હતી. આ વખતે પણ બંને વચ્ચે કાંટાની ટક્કર છે. 
 
મઘ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીનુ પરિણામ ત્રણ ડિસેમ્બરના રોજ જાહેર થશે. ત્રણ ડિસેમ્બરના રોજ પરિણામ પહેલા આજે એક્ઝિટ પોલ આવી જશે. એક્ઝિટ પોલના માઘ્યમથી આ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે કંઈ પાર્ટીની સરકાર બની શકે છે.  કઈ પાર્ટીને આ વિધાનસભા ચૂંટણીમાં કેટલી સીટ મળી શકે છે. એક્ઝિટ પોલને લઈને બધી તૈયારી કરી લેવામાં આવી છે. આવામાં અમે તમને મઘ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના 2018ના એક્ઝિટ પોલ વિશે બતાવી રહ્યા છે. 2018માં કોનો એક્ઝિટ પોલ એકદમ સ્ટીક હતો ?
 
મોટાભાગના એક્ઝિટ પોલમાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં કાંટાની ટક્કરની સંભાવના બતાવી હતી.   કોઈએ ભાજપની સત્તામાં વાપસીની વાત કરી હતી તો કોઈએ કોંગ્રેસની સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. રાજ્યમાં કોની સરકાર બનશે તે અંગે કોઈ એક્ઝિટ પોલે સ્પષ્ટ કર્યું નથી.
 
કયા એક્ઝિટ પોલે 2018માં કઈ પાર્ટીને કેટલી સીટો આપી?
કોણે કર્યો સર્વે બીજેપીને વોટ કોંગ્રેસને વોટ અન્યને વોટ
એબીપી-સીએસડીએસ  94  126  10
ટાઈમ્સ નાઉ- સીએનએક્સ  126  89  15
ન્યૂઝ નેશન  108 से 112  105 से 109  11 से 15
ન્યૂઝ 24- પેસ ઈંડિયા  103  115  10
 
શું હતું અંતિમ પરિણામ?
2018ની વિધાનસભા ચૂંટણીના પરિણામો 11 ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે 11 ડિસેમ્બરે પરિણામો જાહેર થયા ત્યારે કોઈપણ પક્ષને સંપૂર્ણ બહુમતી મળી ન હતી. કોંગ્રેસે 114 અને ભાજપને 109 બેઠકો મળી છે.
 
2023ના એક્ઝિટ પોલ ક્યારે આવશે  
મઘ્યપ્રદેશની સાથે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે. ચૂંટણી પંચે 7 નવેમ્બરથી 30 નવેમ્બર સાંજે 6 વાગ્યા સુધી એક્ઝિટ પોલ પર રોક લગાવી રાખી છે. તેલંગાના વિધાનસભા ચૂંટણી માટે 30 નવેમ્બરના રોજ વોટિંગ થશે. તેલંગાણા વિધાનસભા ચૂંટણી બાદ સાંજે 6 વાગ્યાથી એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવશે. આ વખતે પણ વિધાનસભાની ચૂંટણીમાં બંને પક્ષો વચ્ચે ગાઢ મુકાબલો હોવાનું કહેવાય છે.
 
 ક્યારે થયુ મતદાન ?
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 17 નવેમ્બરે મતદાન થયું હતું. મધ્યપ્રદેશમાં વિધાનસભાની 230 બેઠકો છે. અહીં કોઈપણ પાર્ટીને બહુમત માટે 116 સીટોની જરૂર છે.