મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. વિધાનસભા ચૂંટણી 2024
  3. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024
Written By
Last Modified: મુંબઈ. , બુધવાર, 4 ડિસેમ્બર 2024 (12:01 IST)

LIVE: દેવેન્દ્ર ફડણવીસ જ બનશે મહારાષ્ટ્રના સીએમ, બીજેપીની બેઠકમાં બની સહમતિ

મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી ? આ સવાલને લઈને રજુ કરવામાં આવેલ સસ્પેંસ આજે લગભગ ખતમ થઈ ગયુ છે.  બીજેપીના ગ્રુપની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસના નામ પર સહમતિ બની ચુકી છે અને હવે વિઘાયક દળની બેઠક થઈ રહી છે.  જેમા નેતાની પસંદગી કરવામાં આવશે. કેન્દ્રીય પર્યવેક્ષક નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની વર્તમાનની હાજરીમાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવામાં આવશે. સીએમ પદની રેસમાં દેવેન્દ્ર ફડણવી સનુ નામ સૌથી ઉપર ચાલી રહ્યુ છે. સૂત્રોનુ માનીએ તો ફડણવીસના નામ પર મોહર લાગી ચુકી છે. હવે બસ ધારાસભ્યોના વિચાર લેવામાં આવી રહ્યા છે.  ધારાસભ્ય દળના નેતાની પસંદગી બાદ આજે બપોરે સાઢા 3 વાગે મહાયુતિના નેતા રાજ્યપાલ સાથે મુલાકાત કરી સરકાર બનાવવાનો દાવો રજુ કરશે.  ત્યારબાદ આવતીકાલે મુંબઈના આઝાદ મેદાન પર ઐતિહાસિક શપથ સમારંભ થશે મહારાષ્ટ્રના રાજકારણ સાથે જોડાયેલ દરેક અપડેટ જાણો..  
 
- ફડણવીસ-બાવનકુળેના નેતૃત્વમાં મોટી જીત હાંસલ કરવામાં આવી હતી
મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં પાર્ટીને મોટી જીત મળી છે.
 
- ભાજપ ધારાસભ્ય દળની બેઠક ચાલુ
ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય દળની બેઠક ચાલી રહી છે. જેમાં મહારાષ્ટ્રના આગામી સીએમ તરીકે દેવેન્દ્ર ફડણવીસના નામને મંજૂરી આપવામાં આવશે. આ પહેલા ભાજપ કોર કમિટીની બેઠકમાં ફડણવીસના નામ પર સર્વસંમતિ સધાઈ હતી.
 
-  ભાજપ કોર કમિટીની બેઠકમાં ફડણવીસના નામ પર સર્વસંમતિ બની 
દેવેન્દ્ર ફડણવીસના નામ પર ભાજપ કોર કમિટીની બેઠકમાં સર્વસંમતિ બની છે. હવે ધારાસભ્યોનો અભિપ્રાય લેવામાં આવશે. દેવેન્દ્ર ફડણવીસ વિધાનસભ્ય દળના નેતા તરીકે પણ ચૂંટાય તે નિશ્ચિત છે.
 
- બેઠકમાં ભાજપના તમામ 132 ધારાસભ્યો હાજર
ભાજપ ધારાસભ્ય દળની બેઠક માટે તમામ 132 ધારાસભ્યો વિધાન ભવન પહોંચી ગયા છે. દેવેન્દ્ર ફડણવીસની સાથે કેન્દ્રીય નિરીક્ષકો નિર્મલા સીતારમણ અને વિજય રૂપાણી પણ હાજર છે