અમેરિકાની ચાલનો ભારતીય સરકાર ફાયદો ઉઠાવશે ખરી ?

વેબ દુનિયા|

P.R
બધા જાણે છે કે અમેરિકા ચાલાક છે, તે પોતાની દરેક ચાલ સમજીવિચારીને ચાલે છે. હવે સાઈદ હાફિજને લઈને ચાલેલી તેમની ચાલને ધ્યાનથી જોશો તો આ ચાલ અમેરિકાએ ક્યારે ચાલે, જ્યારે પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારી હિન્દુસ્તાન આવવાના હતા. અમેરિકાએ જેવુ કહ્યુ, સઈદ હાફિજ મોહમ્મદને પકડનારને 50 કરોડ રૂપિયાનું ઈનામ મળશે, તો સઈદની ગર્જના સાંભળતા જ અમેરિકાએ પલ્ટી મારતા કહ્યુ કે આ ઈનામ તેના વિરુદ્ધ પુરાવા આપનારને મળશે.

આસિફે જ્યારે ભારત આવવાની વાતનો સ્વીકાર કર્યો ત્યારે હિન્દુસ્તાની મીડિયાને મુદ્દા ઉઠાવવાની તક મળી. ટીવી સ્ક્રીન પર બ્રેકિંગ ન્યુઝના રૂપમાં મુદ્દા વારંવાર બતાડવામાં આવ્યા. નિષ્ણાતો સાથેના ઈંટરવ્યુ લઈને અમેરિકા પર શક કરવામાં આવ્યો. એટલુ જ નહી ભારતના પ્રધાનમંત્રી મનમોહન સિંહ હાફિઝને લઈને મોઢુ ખોલશે કે નહી તેની પણ અટકળો શરૂ થઈ ગઈ. આ ચર્ચાઓનો ત્યારે પણ અંત ન આવ્યો, જ્યારે આસિફ અલી પરત જઈ ચૂક્યા હતા.
અટકળોનું બજાર ગરમ હતુ, પંચાયત ટીવી સ્ક્રીન પર વારંવાર બતાડવામાં આવી રહી હતી, અને ચર્ચા શરૂ હતી કે પાકિસ્તાન ભારત સાથે પોતાના સંબંધો મજબૂત કરવા માંગે છે. જો તે ખરેખર આવુ કરવા માંગતુ હોય તો શુ તે હાફિઝને ભારતને સોંપશે ? પરંતુ આ દરમિયાન નિષ્ણાતો એ અમેરિકાની ચાલને કેમ ભૂલી ગયુ. જેમા તેણે કહ્યુ હતુ કે હાહિઝ વિરુદ્ધ પુરાવા આપનારને અમેરિકા પચાસ કરોડ રૂપિયા આપશે.
વિશેષજ્ઞોએ આપણી સરકારને સલાહ કેમ ન આપી કે પછી ભારતીય સરકાર પર શક કેમ ન કર્યો જે કાયમ વારંવાર પાકિસ્તાન સરકાર પર એવુ કહીને દબાણ બનાવે છે કે તેણે હાફિઝ વિરુદ્ધ પુરાવા પાકિસ્તાનને સોંપ્યા છે. જો ખરેખર ભારતીય સરકાર પાસે હાફિઝ વિરુદ્ધ પુરાવા હોય તો તેણે ક્ષણભરનો પણ વિલંબ કર્યા વગર અમેરિકાને આપી દેવા જોઈએ. જેના બદલે અમેરિકા જે પચાસ કરોડ રૂપિયા આપવાની વાત કરી છે તેનાથી કમસે કમ આપણા દેશની પોલીસની સ્થિતિ તો સુધરી શકે છે કે પછી જુદા જુદા કૌભાંડોમાં દેશના પૈસા હડપતા નેતાઓનું એ પૈસા દ્વારા પેટ તો ભરાય. દ્વારા જો આપણને હાફિઝ મળી જાય તો ખોટુ શુ છે ?
જો આપણે ભારતીય સરકાર પાસે એ આશા રાખીએ કે તે નિવેદનો આપવાને બદલે પાકિસ્તાન પર સામે કોઈ પગલાં ભરશે તો એવી આશા રાખવી ખોટી છે, આપણે પાકિસ્તાનને દોષ આપી રહ્યા છીએ કે તે આતંકવાદને પોતાની જમીન વાપરવા દે છે. તો આપણે કેમ ભૂલી રહ્યા છીએ ભારતમાં પણ ઘણી જગ્યાએ માઓવાદ ઉછરી રહ્યો છે, જે અન્ય દેશો માટે નહી પણ ભારત સામે તો આજનું મોટુ સંકટ છે.


આ પણ વાંચો :