ક્યારે થશે આંતકનું એન્કાઉન્ટર !

કોણ કરશે આંતકવાદનો ખાતમો...

PTIPTI
13મી માર્ચ 2003ના દિવસે મુંબઇ થંભી ગયું. મુંબઇની દોડતી ધડકન એવી ટ્રેનના ફુરચે ફુરચો બોલી ગયા, 13 નિર્દોષ જીંદગી ભગવાનને પ્યારી થઇ. કેટલાય ઘાયલ થયા. આંતકીઓના બોમ્બ ધમાકા પછી મોટા બણગા ફુકતા રાજકારણીઓ, અધિકારીઓએ આંતકવાદીઓને કાબુમાં લેવાના મનસુબા ઘડ્યા. પરંતુ આ મનસુબા તો કામયાબ ના થયા પણ આંતકીઓની જાણે કે હિંમત ખુલી ગઇ છે. એક પછી એક શહેરમાં તેઓ ખેલી રહ્યા છે મોતનો ખેલ.
25મી ઓગસ્ટે ફરી એક વાર મુંબઇ ધણધણી ઉઠ્યું..બે કારમાં થયેલા બોમ્બ બ્લાસ્ટે હરતી ફરતી 60 જીંદગીઓને લાશમાં ફેરવી, મોતના આ તાંડવ પછી પણ જાણ કે આંતકીઓની શેતાની શાન ઠેકાણે ના આવી.
આસામ, નવી દિલ્હી, વારાણસી, મુંબઈ, માલેગાંવ, હૈદરાબાદ, જયપુર, બેંગલોર, અમદાવાદ અને 13મી સપ્ટેમ્બરે ફરી એકવાર પાટનગર ધ્રુજી ઉઠ્યું છે. શહેરના ત્રણ વિસ્તારમાં એક પછી એક થયેલા પાંચ ધડાકાઓમાં 25 મોત થયા છે જ્યારે 75થી વધુ ઘાયલ થયા.
દેશની આબરૂ ફરી એક વાર સંકટમાં મુકાઇ, દેશની ગુપ્તચર એજન્સીઓ, પોલીસની આંખોમાં ધુળ નાંખી આંતકીઓએ સરેઆમ આપણી આબરૂને ચીંથરેહાલ કરી છે. આમ છતાં આપણી સરકારી રેર્કડો એમની એમ વાગ્યા જ કરે છે. અમે એમ કરીશું તેમ કરીશું...! પરંતુ ક્યાં સુધી આમ નિર્દોષોની જીંદગી લૂંટાતી રહેશે...ક્યાં સુધી આપણે કાયરતા દેખાડતા રહીશું....ક્યાં સુધી નપાણી સરકારીના ભરોસે આપણી જિંદગી દાવ પર મુકતા રહીશું...
અલ્કેશ વ્યાસ|
આપણી કાયરતાનો જ આ રાક્ષસો લાભ ઉઠાવી રહ્યા છે. આપણા ભાઇ-બહેનોને આ રીતે ઘવાયેલા ના જોવા હોય તો હવે કાયરતાને ગળે ટુંપો દેવો પડશે. મક્કમ બનવું પડશે. રાષ્ટ્રભક્તિ સાથે સમાજશક્તિનો અનોખો સમન્વય સાધવો પડશે. આંતકીઓનું નું અન્કાઉન્ટર કરવું પડશે ! કોણ કરશે આંતકીઓનું ? દેશને જરૂર છે આ માટે બાહોશ નેતા, બાહોશ અધિકારીઓ સાથોસાથ બાહોશ નાગરિકોની....ક્યારે આગળ આવશે આવા નેતા, અધિકારી અને નાગરિકો દેશની લાજ બચાવવા, સમય તેમની રાહ જોઇ રહ્યો છે. તકેદારી એ રાખવાની છે કે ક્યાંક મોડુ ના થઇ જાય !!


આ પણ વાંચો :