'રાખી નો સ્વયંવર' કે પછી ધતિંગવેડા

લગ્ને લગ્ને કુંવારી રહેશે આ 'રાખી'

rakhi
PR
P.R
મોઢામાં ચાંદીની ચમચી લઈને જન્મનારા અને સાત સમુંદર પાર કરીને અહીં આવનારા આ મુરતિયાઓ આ સ્ત્રી પાછળ બિલકુલ એવી રીતે ભાગી રહ્યાં છે જેવી રીતે 'ગદબ'ની પાછળ બકરી ભાગે છે. તેઓ આ સ્ત્રીને પામવા માટે નાચ ન આવડતછતાનાંચી રહ્યાં છે, હાથના પંજા લડાવી રહ્યાં છે અને અટપટલવ-લેટરો પણ લખી રહ્યાં છે. શો નું નામ છે 'રાખી કા સ્વયંવર'. જેમાં નવવધૂ છે રાખી સાવંત.

રાખી સાવંત એજ અભિનેત્રી છે જે અવારનવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનો કારણે મીડિયામાચર્ચામાં આવવાનું વધુ પસંદ કરે છે. ખૈર અહીં આપણે તેના વિવાદાસ્પદ નિવેદનોની વાત નહીં કરીએ કારણ કે, બધા લોકો તેનાથી સારી રીતે પરિચિત છે. અહીં વાત કરીશું આ કાર્યક્રમ વિષે જેનો ગ્રાંડ ફાઈનલ આવતીકાલે એટલે કે, તારીખ 2 ઓગસ્ટના રોજ યોજાવાનો છે.

કહેવામાં આવે છે કે, આ દિવસે રાખી ફાઈનલ સુધી પહોંચેલા ત્રણ સ્પર્ધકો ઈલેશ, માનસ, ક્ષિતિજ પૈકીના એક એવા પોતાના ભાવી ભરથારના ગળામાં ફૂલોનો હાર પહેરાવશે.

બધા લોકો આ ક્ષણની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. સાંજ પડતા જ મહિલાઓ પોતાના હાથોમાં રિમોટ પકડી લે છે. એક વાત અહીં જરૂર આશ્વર્યજનક લાગે છે કે, 'રાખી કા સ્વયંવર' જોવાની તાલાવેલી મહિલાઓમાં વિશેષ છે જે હકીકતમાં પુરૂષોમાં હોવી જોઈએ. કારણ કે, રાખી એક પુરૂષની પસંદગી કરવા જઈ રહી છે ન, કે કોઈ મહિલાને.

શું રાખી એટલી બધી મુર્ખ છે, કે તેને પોતાની ગૃહસ્થી શરૂ કરવા માટે એક ટીવી ચેનલના રિયલિટી શો નો આશરો લેવો પડે અને તેને લગ્ન કરવા જ છે તો તેના બોયફ્રેન્ડ અભિષેક અવસ્થીનું શું ? જેની સાથે રાખી ક્યારેક લડે છે તો ક્યારેક ખુબ જ પ્રેમ કરતી ફરે છે ? રાખી કહે છે કે, 'મારુ અભિષેક સાથે બ્રેકઅપ' થઈ ગયુે. આવા નિવેદનો તો રાખી અગાઉ પણ આપી ચૂકી છે. ટીવી ચેનલોએ બન્નેનો ઝઘડો કેટલીયે વખત નાના પડદે દેખાડ્યો છે. જેમાં અંતે સમાધાનના ભાગરૂપે મગરમચ્છના આસું સારતી રાખી અભિષેકને ગળે લાગીને કેમેરા સામે જ 'આઈ લવ યૂ' કહી ચૂકી છે.

હમણા આ શો દરમિયાન પણ એવી ચર્ચા ઉઠેલી કે, 'રાખી' આ શો ને છોડવા ઈચ્છે છે તેને તેનો ભૂતપૂર્વ બૉયફ્રેન્ડ અભિષેક ખુબ જ યાદ આવી રહ્યો છે. જો આવું જ છે તો 'રાખી' 2 જી તારીખે કોને પસંદ કરશે ? કારે, તેનઈચ્છવછતાવ્યક્તિનપસંદગકરવાની જ ે. ક્યાંક એવું તો નહીં થાય ને કે, ટીવી ચેનલવાળાઓ જે વ્યક્તિ ફાઈનલમાં જીતતેની સામે બે પ્રસ્તાવ રાખી દે. કે, '' ભાઈ કા તો તું રાખીને લઈજા અને કાંતો તને ફલાણા-ફલાણા રૂપિયા આપી દઈએ છીએ. સામે વાળો વ્યક્તિ પણ થોડો ઘણો વિચાર કરીને અંતે રૂપિયાની માંગણી સ્વીકારી લે.'' હાં ત્યારે આપણી 'રાખી' હમેશાની જેમ થોડી વાર રડશે, કરગરશે તો ખરી જ પરંતુ અંતે તો તે કુંવારી જ ગણાશે ને ?

RakhiKaSwayamwar
PR
P.R
શો નો શો પણ યોજાઈ જશે અને જો ટીઆરપીનો ગ્રાફ વધેલો જોવા મળશે તો કદાચ 'રાખી કા સ્વયંવર પાર્ટ-2' પણ થોડા દિવસોમાસામઆવશે. રાખીએ આ શો ના ફાઈનલમાં મહેમાનોની યાદીમાં શાહરૂખ ખાન, સલમાન ખાન અને એશ્વર્યા રાય બચ્ચનને શામેલ કરવાનું વિચાર્યું છે. જ્યારે પોતાની સગી મા અને ભાઈને દૂરથી જ રામ-રામ કરી દીધા છે. રાખીની માતા જયા સાવંત અને રાકેશ સાવંતે તો મીડિયા સામે એમ પણ કહી દીધું છે કે, 'તે ગમે તેને પરણે અમારે તેની જોડે શું લેવા-દેવા. જ્યારે અમને બોલાવ્યા જ નથી તો અમે શા માટે ત્યાં જઈએ ?'

આમ પણ આ શો વિવાદોમાં ઘેરાતો જઈ રહ્યો છે. જયપુરની એક સ્થાનીય કોર્ટે તો રાખી સાંવત અને આ ટીવી ચેનલના અધિકારી સામે કેસ દાખલ કરવાનો પણ આદેશ આપી દીધો છે. ગૌરવ તિવારી નામના એક લેખકે કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે કે, આ શો નો વિચાર પહેલા તેમના મગજમાં ઉપજેલો તેમણે તેનું કોપીરાઈટ પણ કરાવ્યું પણ ટીવી ચેનલના અધિકારીઓએ તેમનો આ વિચાર ચોરી લીધો.

અમેરિકાના એબીસી ટેલીવિઝન નેટવર્કના સુપ્રસિદ્ધ રિયલિટી શો ' ધિ બૅચલરેટ' ની કાર્બનકોપી ગણાતા આ શો ને તમે મનોરંજક તો ન જ કહી શકો. છતાં પણ આજે આ ટીવી ચેનલના લોકો અને તેના પ્રેક્ષકો આ શો ને લઈને એટલા બધા વ્યસ્ત તેમજ આતુર જણાઈ રહ્યાં છે જાણે 'રાખી' નો નહીં પરંતુ તેમની બહેન-દિકરીનો સ્વયંવર હોય.

જનકસિંહ ઝાલા|
''ટીઆરપી કે લિયે કુછ ભી કરેંગા.'' એનડીટીવી ઈમેજિન ચેનલે કદાચ આ જ મૂળ મંત્ર અપનાવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી આ ચેનલ પર પ્રસારિત થનારો એક રિયલિટી શો ખુબ જ ચર્ચામાં છે. જેમાં એક સાથે ઘણા બધા મૂરતિયાઓ એક સ્ત્રીને પરણવા માટે હરાયા ઢોરની જેમ ઉમટી પડ્યાં છે.
અંતમાં એટલું જ કહેવાનું કે, આપણે બધા રાખીને સારી રીતે જાણીએ છીએ. નખરા અને નાટકવેડા કરવામાં તેની કોઈ જોડ નથી. 'શો' ની સાથે ભાવનાત્મક રીતે જોડાવવું મારા મતે મુર્ખામી જ ગણાશે. એટલા માટે મારા ગુજરાતી બંધુઓ વધુ પડતા એસએમ કરીને ખિસ્સા ખાલી ન કરશો. કારણ કે, આ 'શો' તો ધતિંગ માત્ર છે.


આ પણ વાંચો :