શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. નાતાલ (મેરી ક્રિસમસ)
Written By

બાઈબલનો પવિત્ર સંદેશ આપતો 'સ્ટાર'

મોટા દિવસ પર શરૂઆતમાં દરેક ઈસાઈ પરિવાર ઘરોને પોત-પોતાની રીતે સજાવે છે. આ સજાવટમાં મોટો દિવસ તારા અથવા ક્રિસમસ સ્ટાર મુખ્ય સ્થાન મેળવે છે. વર્તમાનમાં બિન-ઈસાઈ લોકો પણ પોતાના તહેવારના દિવસે આ તારાનો પ્રયોગ સજાવટના સામાનના રૂપમાં કરે છે.

તારો મતલબ 'સ્ટાર'ના ચાર અક્ષરોમાં એસ, ટી, એ અને આરનો ક્રમ છે. જેમા બાઈબલનો પવિત્ર સંદેશ રહેલો છે. એસ અર્થાત સેલ્વેશન : આ તારો બતાવે છે એક ઉદ્ધાર કે સેલ્વેશન જગતમાં આવી ચુક્યુ છે.

વિશ્વના મુખ્ય ધર્મોની સાથે સાથે જગતમાં અગણિત નાના-નાના ઘર્મ પણ જોવા મળે છે. બધા ધર્મોનુ એક જ મુખ્ય લક્ષ્ય રહ્યુ છે, તે છે 'માનવ ઉદ્ધર' પોતાના પ્રવર્તકો દ્વારા બતાવવામાં આવેલ આદર્શોને અપનાવીને આ ધર્મોના અનુયાયી વર્ગ મોક્ષ કે ઉદ્ધાર કે મુક્તિ મેળવવા ઈચ્છે ચ હે.

યેશુનો પરમ વિશ્વસનીય શિષ્ય પરસ છે. જેને દેશવ્યાપી ઈસાઈ ક્લીસિયાની પ્રતિષ્ઠાતા માનવામાં આવે છે. પ્રેરિતોના કામનુ પુસ્તક(4-12)ના સંદર્ભમાં મળે છે એક કોઈ બીજા દ્વારા ઉદ્ધાર નહી, કારણ કે સ્વર્ગની નીચે મનુષ્યોમાં બીજુ કોઈ નામ નથી આપવામાં આવ્યુ જેના દ્વારા આપણે ઉદ્ધાર મેળવી શકીએ. પાપ અને પાપની બધી શક્તિઓથી ઉદ્ધાર માત્ર યેશુની મૃત્યુ અને પુનરુત્થાન દ્વારા જ શક્ય છે.

'સ્ટાર'નો બીજો અક્ષર છે ટી, જે ટ્રાંસફોરમેશન કે પરિવર્તનને બતાવે છે. યેશુએ પોતાની સેવકાઈ 'મન પરિવર્તન' હેતુ આહ્વનની સાથે શરૂઆત કરી. મન પરિવર્તનનો સ્પષ્ટ અર્થ છે મનમાં સ્થિત દ્રષ્ટિકોણ અને ધારણાઓની દિશામાં આમૂલચૂલ પરિવર્તન.

'સ્ટાર' શબ્દનો ત્રીજો અક્ષર છે એ જે 'અથોરિટી' કે અધિકાર બતાવે છે. મત્તી 9.8માં લખાયુ છે કે લોકો એ જોઈને ગભરાઈ ગયા ને પરમેશ્વરની મહિમા કરવા લાગ્યા જેને મનુષ્યોને એવો અધિકાર આપ્યો છે. (પાપ ક્ષમાકરવા અને પાપના પરિણામસ્વરૂપ બીમારીઓને દૂર કરવાનો અધિકાર)

મત્તી 21.21માં ઉલ્લેખ છે કે 'મહામાજકો અને પુરનિયોએ યેશુની પાસે આવીને તેને પૂછ્યુ કે તૂ આ કામ (અર્થાત તમામ આશ્ચર્ય કર્મ)કોના અધિકારથી કરે છે અને તને આ અધિકર કોણે આપ્યો છે ? પરંતુ યેશુ તત્કાલ તેને કોઈ સ્પષ્ટ ઉત્તર ન આપી શક્યા.

{C}
 
W.D
{C}યુહન્ના બસ્તિસ્મા આપનારાના અધિકાર વિશે તેમને ઉલટ પ્રશ્ન પૂછીને તેમને શાંત કરી દીધા. પરંતુ બાઈબલમા આપણે આવા અનેક ઉદાહરણ જોઈએ છીએ જેમા એ સ્પષ્ટ થાય છે કે તેને પરમેશ્વરનો સ્વર્ગીય અધિકાર પ્રાપ્ત હતો. મત્તી 9.6માં ક્ષમા કરવા સંબંધી યેશુના અધિકાર વિશે સ્વયં યેશુ જ સ્પષ્ટીકરણ આપે છે.

સ્ટાર શબ્દનો ચોથો અને અંતિમ અક્ષર છે આર જે રિકાનસિલિએશન અર્થાત પુર્નમિલન કે મેળાપને દર્શાવે છે. બીજી કુરિંથિયોમા લખવામાં આવ્યુ છે એક પરમેશ્વરે આપણા જેવા પાપીઓની સાથે બધા પાપોને ક્ષમા કરતા મસીહ દ્વારા મેળાપ કરી લીધો છે અને આ મેળાપની સેવા તેમને સોંપી દીધી ક છે. યેશુએ ક્રૂસ પર પાપી મનુષ્ય જાતિનો મેળાપ પરમેશ્વરની સાથે પોતાનુ અમૂલ્ય લોહી વહાવીને સંપન્ન કર્યુ છે.

પરમાત્માની સંતાનોનુ આ ધાર્મિક કર્તવ્ય છે કે જગતની સાથે પરમેશ્વરનો મેળાપ કરાવવા માટે માધ્યમ બન્યા, સાક્ષી બનીને લોકોને પરમેશ્વરની તરફ આકર્ષિક કર્યા. યેશુના જન્મનો વિશેશ અવસર પર પ્રકટ થનારા એ અદ્દભૂત તારાએ યેશુના ભેદક જ્યોતિષને બેતલહેમની એ ગૌશાળા સુધી માર્ગદર્શન આપ્યુ જ્યા યેશુએ જન્મ લીધો હતો.