1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નમસ્તે ટ્રમ્પ
Written By
Last Modified: શુક્રવાર, 21 ફેબ્રુઆરી 2020 (12:13 IST)

અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પના રોડ શોમાં મુખ્યમંત્રીના કાફલાને પણ નો એન્ટ્રી

અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. ટ્રમ્પની આગમન પહેલાં જ અમેરિકન સુરક્ષા એજન્સીઓએ રજેરજની માહિતી મેળવીને સુરક્ષાની સમિક્ષા કરી છે. યુએસ એરફોર્સનું હરક્યુલસ વિમાન અદ્યતન સિસ્ટમથી સજ્જ એસયુવી કાર ઉપરાંત ત્રણ ટ્રક ભરીને સુરક્ષાની સામગ્રી લઇને આવી પહોચ્યું છે.સુરક્ષાનો એવી ગોઠવાઇ છેકે, ટ્રમ્પ સુધી પહોંચવા સાત કોઠા વિંધવા સમાન સાબિત થશે.રોડ શો વખતે તો ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીની કાફલાને પ્રવેશ નહી મળે.

ટ્રમ્પની સુરક્ષા માટે  યુએસ સિક્રેટ સર્વિસ એજન્ટો અત્યારથી કામે લાગ્યાં છે. એરપોર્ટથી મોટેરા સુધીના રોડ શોમાં રોડરનર કાર મુખ્ય ભૂમિકામાં હશે. આ કાર કમાન્ડ કંટ્રોલ વ્હિકલ તરીકે ઓળખાય છે જેમાં ટ્રાન્સપોન્ડર,એન્ટેના,સેટેલાઇટ કોમ્યુનિકેશન સહિતની અદ્યતન સુવિધા હોય છે.આ ઉપરાંત તેમાં 360 ડીગ્રી કેપ્ચર કરી શકે તેવો લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ કેમેરો પણ હોય છે.  

રોડ શો વખતે ટ્રમ્પના કાફલામાં 40 કારો હશે તેવો અંદાજ છે. ટ્રમ્પ-મેલાનિયા માટે ખાસ બિસ્ટ કાર મંગાવાઇ છે. યુએસ એરફોર્સનું ગ્લોબ માસ્ટર હરક્યુલસ પ્લેન આ કાર લઇને એકાદ દિવસમાં આવે તેવી શક્યતા જોવાઇ રહી છે.ત્યારે ટ્રમ્પના કાફલામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના કારના કાફલાને એન્ટ્રી નહી મળે.

સિક્રેટ સર્વિસ એજન્ટ જ નક્કી કરશે કે કોની કારનો કાફલામાં સમાવેશ કરવો.અત્યારે તો રોડ શોના રૂટનુ સિક્રેટ સર્વિસ એજન્ટો અદ્યતન સુરક્ષા સામગ્રીના માધ્યમથી સ્કેનીંગ કરી રહ્યાં છે તેમની લીલીઝંડી મળ્યા બાદ જ રોડનો પ્રારંભ થશે.  આમ, રોડ શો વખતે આખાય રૂટ પર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.