શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નમસ્તે ટ્રમ્પ
Written By
Last Updated : બુધવાર, 19 ફેબ્રુઆરી 2020 (18:52 IST)

ડોનાલ્ડ ટ્રમ્પની સુપરકાર The Beast, ખાસિયતો જાણીને મોંઢામાં આંગળા નાખી દેશો

ભારતના ખાસ મહેમાન અમેરિકાથી આવી રહ્યા છે. આ ભારતના આકાશી કદનો પરિચય છે જેનો શ્રેય ચોક્કસ ભારતના નેતા પીએમ મોદીને જાય છે. આ વિશ્વના ટોચના નેતાઓમાં મોદીનું નામ સામેલ છે. ડોનાલ્ડ ટ્રમ્પ તેમના વિશેષ અતિથિ બનીને ભારત આવી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ પોતાની સુપર કાર સાથે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 
 
ડોનાલ્ડ ટ્રંપની યાત્રામાં સૌથી ખાસ તૈયારી કરવામાં આવી રહી છે તેમની સુરક્ષાની તૈયારીઓ. આ તૈયારીઓ બંને તરફથી થઇ રહી છે. જ્યાં એક તરફ ભારત સરકાર અને ગુજરાત અમેરિકન રાષ્ટ્રપતિની યાત્રાની સુરક્ષા તૈયારીઓ એવી કરી રહી છે કે ફરકી પણ ન શકે તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રંપ પણ પોતાની સાથે સુરક્ષા ટુકડી લઇને આવી રહ્યા છે જેમાં તેમની સુપરકાર પણ સામેલ છે.
 
ડોનાલ્ડ ટ્રંપની કાર છે સુપરકાર. જેનું નામ છે આર્મર્ડ લિમોજીન. તેને ધ બીસ્ટ પણ કહેવામાં આવે છે. આ કાર બે વર્ષ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિના કાફલામાં સામેલ કરવામાં આવી હતી. ધ બીસ્ટ રોડ પર ટ્રંપ માટે કોઇ ઓફિસની માફક છે અને સુરક્ષાની દ્વષ્ટિએ આ દુશ્મનો માટે ટેન્ક કરતાં વધુ ખતરનાક છે.તેને એ પ્રકારે બનાવામાં આવી છે કે કોઇપણ તેને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે તો પણ તેમાં બેઠેલા રાષ્ટ્રપતિનો વાળ પણ વાંકો ન થાય. એન્જીનથી માંડીને બોડી સુધી આ કાર એવા મેટલમાંથી બનાવવામાં આવી છે કે તેના પર કોઇ બંદૂક, ગોળી, બોમ્બ, રોકેટની કોઇ અસર થશે નહી. 

 
વિન્ડો: પોલી કાર્બોનિક બનેલા 5 લેયરવાળા બુલેટપ્રુફ કાચ.
ડ્રાઈવિંગ કમ્પાર્ટમેન્ટ: GPS ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ કોમ્યુનેક્સન સેન્ટર.
નાઈટ વિઝન કેમેરા: ગાડીમાં અતિઆધુનિક નાઈટ વિઝન કેમેરાથી સજ્જ.
દરવાજા: 8 ઇંચ જાડા ગેટ કેમિકલ હુમલાથી પુરી રીતે સુરક્ષિત.
પાછળનો ભાગ: રાષ્ટ્રપતિ સહીત ચાર લોકોની સીટ. પેનિક બટન અને ઓક્સીઝ્ન સપ્લાય ઉપલબ્ધ.
બોડી: સ્ટીલ, એલ્યુમિનિયમ, ટાયટેનિયમ અને સેરેમિકથી બનેલા 5 ઇંચ જાડાઈવાળા મિલ્ટ્રી ગ્રેડ ગેટ.
ટાયર: પંચર ન પડે તેવા ટાયર, જે ધ્વસ્ત થતા પણ કામ કરશે.
બુટ: ફાયર ફાઇટિંગ સિસ્ટમ , ટિયરગેસ અને સ્મોક સિસ્ટમથી સજ્જ.
હથિયારોથી સજ્જ: શોટ ગન, ટિયરગેસ હથિયાર, રાષ્ટ્રપતિના બ્લડગ્રૂપ સુધીનું લોહી