ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 31 માર્ચ 2016 (11:56 IST)

ચૂંટણીઓમાં પૈસા બચાવવાનો PM મોદીનો યૂનિક આઈડિયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણીમાં પૈસા બચાવવા માટે આખા દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાનો આઈડિયા આપ્યો છે. તેમનુ કહેવુ છે કે પંચાયત, શહેરી ચૂંટણીઓ, રાજ્યો અને લોકસભાની ચૂંટણી એક સાથે કરાવવામાં આવે. જેનાથી રાજનીતિક અને સામાજીક કાર્યકર્તાઓને પણ લોકો સાથે જોડાવવાનો વધુ સમય મળશે. 
 
સૂત્રો મુજબ પ્રધાનમંત્રીએ જણાવ્યુ કે તેમણે બજેટ સત્ર પહેલા સર્વદળીય બેઠકમાં આ પ્રસ્તાવની ચર્ચા કરી હતી. એક સમાચાર પત્રની રિપોર્ટ મુજબ મીટિંગમાં હાજર રહેલ બીજેપીના એક નેતાએ કહ્યુ, પ્રધાનમંત્રી આ વાત પર ચર્ચા કરી રહ્યા હતા કે રાજનીતિક કાર્યકર્તાઓના મોટાભાગનો સમય ચૂંટણીમાં વીતી રહ્યો છે.  તેનાથી તે સામાજીક કાર્યો તરફ ખૂબ ઓછો સમય આપી શકે છે.  પ્રધાનમંત્રી ઈચ્છે છે કે કાર્યકર્તા વધુથી વધુ સમય લોકોને સરકારની યોજનાઓ વિશે બતાવવામાં અને તેના ફાયદા માટે થઈ રહેલા કામોની માહિતી આપવામાં વિતાવે. 
 
પીએમના આ આઈડિયા સાથે મોટાભાગની પાર્ટિયોના નેતાઓ સહમત હતા. તેમનુ કહેવુ છે કે જલ્દી જલ્દી થઈ રહેલ ચૂંટણીઓને કારણે રાજ્યો સાથે જ કેન્દ્ર સરકારના કામ પણ ઠપ્પ પડી જાય છે. આચાર સંહિતા લાગૂ હોવાને કારણે વિકાસ કાર્યોની ગતિ પર બ્રેક લાગી જાય છે.