શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 9 જાન્યુઆરી 2019 (10:36 IST)

10% Reservation Bill લોકસભામાં પાસ, રાજ્યસભામાં આજે થશે અસલી પરીક્ષા..

બધા ધર્મોના સામાન્ય વર્ગના આર્થિક રોપથી કમજોર લોકોને દસ ટકા અનામાત આપવા માટે 124મુ સંવિધાન સંશોધન બીલ મંગળવારે લોકસભામાં પાસ થઈ ગયુ. આ પક્ષમં 232 અને વિરોધમાં ફક્ત ત્રણ વોટ પડ્યા. આ સાથે જ લોકસભા અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવ્યુ. બુધવારે તેને રાજ્યસભામાં રજુ કરવામાં આવશે. 
 
લોકસભામાં બધા દળોનુ વલણ જોઈને ભલે તેનો રસ્તો સરળ લાગે પણ સંખ્યાબળમાં કમજોર હોવાને કારણે સરકાર માટે અસલી પરીક્ષા તેને રાજ્યસભામાંથી પાસ કરવાનુ જ છે. આ બીલ હેઠળ સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાનો અને ખાનગી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 10 ટકા અનામતની જોગવાઈ છે. 
 
આ પહેલા લગભગ 5 કલાક ચાલેલી ચર્ચામાં રાજદ અને એઆઈએમઆઈએમને છોડી બધા દળોએ તેનો પક્ષ લીધો. જો કે અનેક સાંસદોએ તેને લઈને સરકારની નીયત પર સવાલ ઉભા કર્યા. બિલ રજુ કરતા સામાજીક ન્યાયમંત્રી થાવરચંંદ ગહલોતે કહ્યુ, સામાન્ય વર્ગના અનામતને સુપ્રીમ કોર્ટમાં પડકારવો ન પડે એ માટે સરકાર સંવિધાન સંશોધન બીલ લાવી છે. 
 
તેમણે કહ્યુ, સામાન્ય વર્ગના ગરીબોને મુખ્યધારામાં લાવવાની દિશામાં મોદી સરકારે આઝાદી પછી પહેલીવાર ઈમાનદાર પ્રયત્ન કર્યો. લાંબા સમયથી તેની માંગ કરવામાં આવી રહી હતી. આ પહેલા 21 વાર પ્રાઈવેટ મેંબર બિલથી આવુ અનામત આપવાની માંગ થઈ. 
 
આર્થિક રૂપથી કમજોર પક્ષને સરકારી નોકરીઓ અને અભ્યાસમાં 10 ટકા અનામત આપવા માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલ બીલને રાજ્યસભામાં વિપક્ષી પાર્ટીઓ બુધવારે સવાલ ઉઠાવી શકે છે.  
 
રાજ્યસભાનુ ગણિત - રાજ્યસભામાં સાંદદોની વર્તમાન સંખ્યા 244 છે. બિલ પાસ કરાવવા માટે બે તૃતીયાંશ વોટ (163)ની જરૂર છે. ભાજપા 73 સહિત રાજ્ગના 98 સાંસદછે. તો બીજી બાજુ બિલનુ સાર્વજનીક સમર્થન કરી ચુકેલી કોંગ્રેસ 50, સપા 13, બસપા અને રાંકાપા 4-4 અને આપના ત્રણ સભ્યો સાથે આંકડો 172 પહોંચી જાય છે. કોઈપણ દળ આ બીલનો વિરોધ કરતુ નથી બતાવવા માંગતુ. તેથી તેને પસાર થવામાં વધુ સમસ્યા જોવા મળતી નથી.