રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 18 જુલાઈ 2021 (08:15 IST)

20 મિનિટમા લૂટ્યુ 18 કિલો સોનુ, ત્રણ કલાક પછી એનકાઉંટરમાં બે બદમાશ માર્યા ગયા

આગરા શહેરની પૉશ કૉલોની કમલાનગર સ્થિત મણપ્પુરમ ફાઈનેંસ લિમિટેદની શાખામાં ધોળા દિવસે પાંચ હથિયારબંદ બદમાશોએ 18 કિલો સોનુ અને 6 લાખ રૂપિયા લૂટી લીધા.  20 મિનિટમાં આ સનસનીખેજ ઘટનાને અંજામ આપીને બદમાશ ત્યાથી પગપાળા જ ભાગી નીકળ્યા.  સૂચના મળતા જ પોલીસે આખા શહેરમાં નાકાબંદી કરી દીધી બે બદમાશોને મુઠભેડમાં ગોળી વાગી. બંનેનુ એસએન મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન મોત થઈ ગયુ.  તેનની પાસેથી લૂટનો લગભગ અડધો માલ, બે તમંચા અને કારતૂસ જપ્ત થઈ. 
 
સેન્ટ્રલ બેંક રોડ, કમલાનગર પરના બિલ્ડિંગના પહેલા માળે મનપ્પુરમ ફાઇનાન્સ લિમિટેડની એક શાખા આવેલી છે. અહીં બે યુવકોએ બેંક મેનેજર અને સ્ટાફ સાથે વાત કરી હતી કે, તેઓએ સોનું ગીરવે મૂકીને લોન લેવી છે. વાતચીત દરમિયાન તેના અન્ય ત્રણ સાથીઓ પણ ત્યા પહોંચી ગયા. બધા જિન્સ અને ટી-શર્ટમાં હતાં. તેના ચહેરા પર માસ્ક હતો અને તેના માથા પર ટોપી હતી. મેનેજર વિજય નરવરિયા સહિત સ્ટાફના ચાર લોકોને ધમકી આપવામાં આવી અને ત્યારબાદ તેમણે શસ્ત્રોની મદદથી સ્ટાફને  પોતાના કબજામાં લઈ લીધા, હાથ બાધ્યા . હાથ બાંધ્યા અને તિજોરીની ચાવી લઈ લીધી. 
 
વીસ મિનિટમાં જ તેણે ત્યાં રહેલુ લગભગ બધુ 18 કિલો સોનું અને  છ લાખ રૂપિયા રોકડ બેગમાં ભર્યા. આ દરમિયાન શાખામાં લાગેલુ સુરક્ષા એલાર્મ ત્રણ વાર વગાડ્યુ પણ દરેક વખતે લૂંટારુઓએ બંધ કરી દીધુ દરેકના પર્સ પણ છીનવી લીધા. મોબાઈલ એક બાજુ પર મુકાવી દીધા અને પછી લૂટનો સામાન લઈને બદમાશ જેવા આવ્યા હતા એવા જ નીકળી ગયા.  જતી વખતે બંધક બનાવેલ ફાઈનેસ કંપનીના કર્મચારીઓને બહારથી બંધ કરી ગયા. તેમની ચીસો સાંભળીને આસપાસના દુકાનદારો આવ્યા ત્યારે આ ઘટનાની જાણ થઈ. 
 
મુઠભેડમાં બે બદમાશોને ગોળી વાગી, બંનેનુ મોત 
 
બનાવની જાણ થતાં જ એડીજી રાજીવ કૃષ્ણા, આઈજી નવીની અરોરા, એસએસપી મુનિરાજ જી અને એસપી સિટી બોટ્રે રોહન પ્રમોદ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ તેઓએ સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી હતી.  પોલીસે બરહાન અને આણવલખેડા વચ્ચેના ચોક પર બે વ્યક્તિઓમાંથી એકની પાછળ બેગ લટકેલી જોઈ  હતી. બદમાશ નજીકમાં આવેલા મેડિકલ સ્ટોરમાં ઘૂસી ગયા હતા  પોલીસની બદમાશ મનીષ પાંડેય નિવાસી જૈનનગર, ફોરોજાબાદ અને નિર્દોષ કુમાર નિવાસી કનહરા, કબરઈ થાના મટસેના ફિરોજાબાદથી મુઠભેડ થઈ. બેગની શોધ લેવા પર તેમા માલ જપ્ત થયો છે. તેમાં બંનેને ગોળી  વાગી .ઘાયલ  હાલતમાં તેમને એસ.એન.મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બંનેનું મોત નીપજ્યું હતું. નરેન્દ્ર ઉર્ફે લાલ અને અંશુ બદમાશ સાથે ફરાર છે