સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 16 જુલાઈ 2021 (14:15 IST)

ત્રીજી લહેર મુદ્દે મોદીની ચેતવણી - કોરોનાની ત્રીજી લહેરથી પીએમ મોદી ચિંતિત, સતાવી રહ્યુ છે "મ્યૂટેશન" નો ડર

મહારાષ્ટ્ર અને કેરળ જેવા રાજ્યોમાં કોરોના વાયરસ સંક્રમણના વધતા કેસ પર ગંભીર ચિંતા જાહેર કરતા પ્રધાનમંત્રી મોદીએ શુક્રવારે ચિંતા જાહેર કરી કે આવુ ટ્રે%ડ બીજી લહેરની શરૂઆતમાં આ વર્ષે જાન્યુઆરી ફેબ્રુઆરીના મહીનામાં જોવાયુ હતું. 
 
છ રાજ્યોના મુખ્યમંત્રીઓથી કોરોનાના તાજા સ્થિતિ પર વાતચીત પછી તેમના સંબોધનમાં પ્રધાનમંત્રીએ કહ્યુ કે સ્થિતિઓ નહી સુધરી તો મુશ્કેલી થઈ શકે છે. તેણે ત્રીજી લહેરની શકયતાને રોકવા માટે રાજ્યોને સક્રિયતાથી પગલા ઉઠાવવા પડશે. 
 
ત્રીજી લહેર મુદ્દે મોદીની ચેતવણી
વિશેષજ્ઞો મુજબ મોદીએ કહ્યું હતું કે લાંબા સમયથી કેસોમાં સતત વધારો થવાના કારણે કોરોના વાયરસમાં 'મ્યૂટેશન' થવાની સંભાવના વધી જાય છે અને સ્વરૂપ બદલવાનો ખતરો વધે છે. તેથી,ત્રીજી લહેરને રોકવા માટે કોરોના વિરુદ્ધ અસરકારક પગલાં લેવું જરૂરી છે.
 
તેમણે કહ્યું કે તે રાજ્યોમાં જ્યાં ચેપના કિસ્સાઓ વધી રહ્યા છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેઓએ સક્રિયપણે કાર્ય કરવાની જરૂર છે અને આ દ્વારા ત્રીજી લહેરનીએ શકયતા રોકવું પડશે . 
 
પ્રધાનમંત્રીએ કહ્યું કે શરૂઆતમાં નિષ્ણાતો માની રહ્યા હતા કે જ્યાંથી બીજી લહેર શરૂ થયું ત્યાંથી પરિસ્થિતિ પહેલા નિયંત્રણમાં આવશે. તેમણે કહ્યું કે, પરંતુ મહારાષ્ટ્ર અને કેરળના કેસોમાં વધારો દેખાય છે. આ 
ખરેખર આપણા બધા માટે, દેશ માટે ગંભીર ચિંતાનો વિષય છે.
 
વડા પ્રધાને કહ્યું કે છેલ્લા બે અઠવાડિયામાં યુરોપ, અમેરિકા, બાંગ્લાદેશ, મ્યાનમાર અને થાઇલેન્ડના દેશોમાં કેસ ખૂબ જ ઝડપથી વધી ગયા છે અને અહીં કેસના દર 8 થી 10 ટકા છે. તે પૂર્ણ વિશ્વ માટે ચિંતાનો વિષય.