શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 26 જૂન 2021 (18:34 IST)

મોદી કેબિનેટ ફેરબદલમાં આ 27 મંત્રીઓનો થઈ શકે છે સમાવેશ

જમ્મુ કાશ્મીર પર સર્વદલીય બેઠક સંપન્ન થયા પછી કેબિનેટ ફેરફારે એકવાર ફરી ગતિ પકડી છે. જ્યોતિરાદિત્ય સિંધિયા, સુશીલ મોદી,  સર્વાનંદ સોનોવાલ, નારાયણ રાણે અને ભૂપેન્દ્ર યાદવ સહિતના 27 સંભવિત નેતાઓ કેન્દ્રીય પ્રધાનમંડળના મોટા ફેરબદલનો ભાગ બની શકે છે. નરેન્દ્ર મોદી જે નવા મંત્રીઓના શપથ લેવાની શક્યતા છે તેમા મઘ્યપ્રદેશના પૂર્વ કોંગ્રેસ દિગ્ગજ સિંધિયા સામેલ છે, જે હવે ભાજપામાં છે. બિહારના પૂર્વ ઉપમુખ્યમંતી સુશીલ મોદી, ભાજપાના વરિષ્ઠ સંગઠન પાર્ટી મહાસચિવ, રાજસ્થાનથી ભૂપેન્દ્ર યાદવ અને મઘ્યપ્રદેશથી કૈલાશ વિજયવર્ગીય, જે પશ્ચિમ બંગાલમાં ભાજપાના અભિયાનના પ્રભારી હતા.  ભાજપા પ્રવક્તા અને અલ્પસંખ્યક ચેહરો સૈયદ જફર ઈસ્લામ પણ કેન્દ્ર સરકારમાં ભૂમિકા ભજવી શકે છે. 
 
મુખ્ય લિસ્ટમાં અસમના ભૂતપૂર્વ સીએમ સર્બાનંદ સોનોવાલ અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ નારાયણ રાણે ઉપરાંત મહારાષ્ટ્ર બીડના સાંસદ પ્રિતમ મુંડે અને
ગોપીનાથ મુંડેની પુત્રી  ફેરબદલ ઉમેદવારોની યાદીમાં છે. ઉત્તર પ્રદેશના ભાજપ યુપીના પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહ, ચોક્કસ રૂપથી પંકજ ચૌધરી, મહારાજગંજથી સાંસદ, વરુણ ગાંધી અને ગઠબંધનના સહયોગી અનુપ્રિયા પટેલ સંભવિત લોકોમાં સામેલ છે. 
 
રાજ્યસભાના સાંસદ અનિલ જૈન, ઓડિશાના સાંસદ, અશ્વિની વૈષ્ણવ અને બૈજયંત પાંડા, બંગાળના પૂર્વ રેલવે પ્રધાન દિનેશ ત્રિવેદી પણ આ યાદીમાં છે. જૈન અખિલ ભારતીય ટેનિસ સંઘના પ્રમુખ પણ છે. રાજસ્થાનથી મોદી સરકારમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી.પી. ચૌધરી, ચુરુથી રાજ્યના સૌથી યુવા સાંસદ રાહુલ કસ્વાં અને સીકરના સાંસદ સુમેઘાનંદ સરસ્વતી પણ આ સંભવિતમાં શામેલ છે. દિલ્હીથી એક માત્ર એન્ટ્રી નવી દિલ્હીના સાંસદ મીનાક્ષી લેખી હોઈ શકે છે.
 
બિહારમાં મહત્વપૂર્ણ મંથન વચ્ચે, ચિરાગ પાસવાન વિરુદ્ધ બગાવત કરનારા પશુપતિ પારસને લોજપાથી કેન્દ્રીય સીટ મળવાની શક્યતા છે. એ જ રીતે જેડીયૂના નામાંકન આરસીપી સિંહ અને સંતોષ કુમાર પણ આ યાદીમાં છે. કર્ણાટકનુ પ્રતિનિધિત્વ રાજ્યસભા સાસદ રાજીવ ચંદ્રશેખર કરી શકે છે. ગુજરાત ભાજપા અધ્યક્ષ સી.આર. પાટિલ અમદાવાદ પશ્ચિમ સાંસદ કિરીટ સોલંકી સઆથે સરકારની તરફ વધી રહ્યા છે. 
 
હરિયાણાથી સિરસાની સાંસદ સુનિતા દુગ્ગલ, એક ભૂતપૂર્વ આવકવેરા અધિકારી પણ સંભવિત લોકોમાં શામેલ છે. પોતાના સંસદ ભાષણથી પ્રભાવિત કરનારા લદ્દાખના સાંસદ જામ્યાંગ ત્સેરિંગ નામગ્યાલ પર પણ કરવામાં આવી રહ્યો છે. રામવિલાસ પાસવાન અને સુરેશ અંગડી અને જેવા નેતાઓ અકાળે અવસાન અને અકાલી દળ અને શિવસેનાના બહાર થવાને કારણે કેટલાક ખાલી પડેલા સ્થાનને કારણે ફેરબદલની જરૂર પડી રહી છે. 
 
યુપીમાં આગામી ચૂંટણી ફેરબદલનું એક કારક છે અને એક મજબૂત સંગઠનાત્મક ચહેરો ભૂપેન્દ્ર યાદવના પ્રવેશ સાથે, સરકારમાં કેટલાક વધારાના ચહેરાઓ પણ જોડવાની જરૂર છે. 2019માં પીએમ મોદીના સત્તામાં આવ્યા પછીથી આ પ્રકારનુ પ્રથમ ફેરફાર સહિત વિસ્તરણ થશે.