ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 15 જાન્યુઆરી 2021 (14:26 IST)

4 મિત્રોએ મળીને 5 લાખ બેકાર પ્લાસ્ટિકની બોટલોમાંથી બનાવ્યુ રિસોર્ટ

પ્લાસ્ટિક વેસ્ટ.. એક મોટી સમસ્યા છે. વર્ષો સુધી નષ્ટ ન થનારુ આ પ્લાસ્ટિક સમુદ્રથી લઈને પહાડો, નદીઓ, તળાવ અને જંગલો સુધી પહોચી ચુક્યુ છે. જેના કારણે ઘણા જીવો પોતાનો જીવ ગુમાવી બેસ્યા છે.  કોરોના મહામારી દરમિયાન અહી કચરો વધ્યો છે. જો કે આ વેસ્ટનો નિકાલ કરવા માટે લોકો પોતાના  સ્તર પર પણ કામ કરી રહ્યા છે.  આવુ જ એક શાનદાર કામ કર્યુ છે ચાર મિત્રોએ. જેમણે 5 લાખ બેકાર પ્લાસ્ટિકની બોટલોથી અંડમાન નિકોબાર દ્વીપ સમુહ પર એક શાનદાર રિસોર્ટ બનાવી દીધુ. 
 
પર્યટકો માટે કંઈક કરવા માંગતા હતા. 
 
31 વર્ષીય જોરાવર પુરોહિત લાંબા સમયથી એક ડ્રાઈવિંગ ઈસ્ટ્ર્ક્ટર છે. તેઓ અંડમાનમાં રહે છે. અહી દ્વીપ પર પ્લાસ્ટિક કચરાનો અંબાર જોઈને તેમણે નક્લ્કી કર્યુ કે તેઓ જ્યારે પણ કોઈ બિઝનેસ શરૂ કરશે તો આ ચોક્કસ કરશે કે તેનાથી પર્યાવરણને  નુકશાન ન પહોચે.  પછી ડ્રાઈવિંગ ઈંસ્ટ્રક્ટર સાથે જોરાવર, ટૂર ગાઈડનુ પણ કામ કરવા લાગ્યા. તેમણે ધ બેટર ઈંડિયાને કહ્યુ, મારા કસ્ટમર્સ હંમેશા મને અહીના સારા રિસોર્ટ/ખાવા વિશે પૂછતા હતા. તેથી મે તેના રહેવા અને ખાવા માટે સારી વ્યવસ્થા કરવાનો વિચાર કર્યો. 
 
તેઓ કહે છે કે આજે દ્વિપ પર મોટાભાગના કંસ્ટ્રકશન કાર્યો દરમિયાન મોટા પાયા પર જંગલોને ઉજાડવામા આવી રહ્યા છે. આ કારણે અહી પ્રદૂષણનુ સ્તર વધી ગયુ છે. તેનાથી પર્યાવરણને ખૂબ નુકશાન થઈ રહ્યુ છે. આવામાં કંઈક જુદુ કરવા માંગતો હતો.  તેઓ જણાવે છે કે અંડમાન 580 દ્વિપોથી મળીને બન્યુ છે. પણ અહી પ્લાસ્ટિકની રીસાઈક્લિંગ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા નથી. આ રીતે તેમણે આઉટબૈક હેવલૉક રિસોર્ટ બનાવવાનો વિચાર આવ્યો. 
 
 
ત્રણ મિત્રો સાથે શરૂ કર્યુ કામ 
 
પછી શુ જોરાવરે વર્ષ 2017માં પોતાના ત્રણ મિત્રો (અખિલ વર્મા, આદિત્ય વર્મ આને રોહિત પાઠક) સાથે મળીને આઉટબૈક હૈવલોક  શરૂ કર્યુ, જે સંપૂર્ણ રીતે પર્યાવરણના અનુકૂળ છે. તેને દ્વિપ પર બેકાર પડેલ 5,00,000 બોટલ ઓને રિસાયકલ કરી બનાવ્યુ છે. હોટલના નિર્માણ માટે તેમણે ફ્રાંસીસી આર્કિટેક્ચરના સંદર્ભમાં ઘણુ રિસર્ચ કર્યુ. કારણ કે ત્યા પ્લાસ્ટિકની બોટલોમાં રેતી અને ધૂળ ભરાય જાય છે જે ઈટની તુલનામાં 10 ગણી વધુ મજબૂત અને જલરોધી હોય છે. 
 
રિસોર્ટ બનાવવામાં કર્યુ 1 કરોડનુ રોકાણ 
 
જોરાવરે જણાવ્યુ કે તેમણે 5 લાખ બેકાર બોટલોને જમા કરવા ઉપરાંત 500 કિલોગ્રામ રબર વેસ્ટને પણ જમા કરી. જ્યા બોટલોનો ઉપયોગ લકઝરી રૂમને બનાવવા માટે કરવામાં આવી. બીજી બાજુ રબર દ્વારા  રિસોર્ટમાં ફુટપાથ બનાવવામાં આવ્યો.  આ હોટલને બનાવવા માટે તેમને 1 કરોડ રૂપિયાનુ રોકાણ કર્યુ.  હાલ તેઓ તેના દ્વારા વાર્ષિક 1.5 કરોડ રૂપિયાનો વેપાર કરે છે. જો કે કોરોના મહામારી દરમિયાન તેમને નુકશાન પણ ઉઠાવવુ પડ્યુ.