મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 8 સપ્ટેમ્બર 2021 (18:54 IST)

55

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા બાદ ભારતીયોને કાબુલમાંથી વતન પરત લાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આજે એર ઇન્ડિયાનું AI-1956 વિમાન 78 લોકોને લઇને તઝાકિસ્તાનની રાજધાની દુશાંબેથી દિલ્હી આવ્યુ. જેમાં 25 ભારતીય છે. આ વિમાનમાં કાબુલના ગુરુદ્વારામાંથી ગુરુ ગ્રંથ સાહિબને પણ લાવવામાં આવ્યા છે. કેન્દ્રીયપ્રધાન હરદીપ સિંહ પુરી, વી મુરલીધરન અને ભાજપના નેતા આરપી સિંહ આ ગુરુ ગ્રંથ સાહિબને રિસિવ કરવા દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા હતા, તેઓ આ ગુરુ ગ્રંથ સાહિબને મસ્તક પર મૂકીને એરપોર્ટની બહાર લાવ્યા હતા. આ ગુરુ ગ્રંથ સાહિબની નકલો દિલ્હીના ગુરુદ્વારામાં રાખવામાં આવશે.